ટેક્નોલીજીના આ યુગમાં હવે સાંસદ પણ આધુનિક થઇ રહ્યા છે. ઘણા સાંસદો દિલ્હીમાં મોટી જવાબદારી સંભાળતા હોવાના કારણે વિસ્તારના લોકો સાથે વાતચીત કરી શકતા નથી. જેના કારણે હવે ટેકનોલોજીના માધ્યમથી લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે પહેલાં ક્રમે છે સી.આર.પાટીલ અને હવે અમિત શાહ પણ આજ રીતે મતદારોના પ્રશ્નોને વાચા આપશે.
સમયનો બચાવ અને કામ પણ પૂર્ણ થાય અને હાજરીની પણ જરૂર નહીં જો ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ આ ફાયદાઓ થઈ શકે છે. ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી પણ હવે આ રસ્તે વળ્યાં છે. ગાંધીનગર મતક્ષેત્રના લોકો એ તેના પર ભરોસો મૂકીને સૌથી વધારે લીડથી જીતડયા છે.
મતદારોને પડતી હાલાકી દૂર કરવી અને પ્રશ્નો સાંભળવા એ તેમની ફરજ છે પરંતુ ગૃહમંત્રી હોવાના કારણે તે મત વિસ્તારમાં પૂરતો સમયના ફાળવી શકે અને એટલા માટે જ તે એક મોબાઈલ એપ્લિકેશન બનાવડાવી રહ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન પોતાના કાર્યાલય ખાતે મુલાકાત માટે ગયા હતા ત્યારે પ્રદેશ ભાજપ આઇટી સેલના ઇન્ચાર્જ પંકજ શુક્લ અને નવસારી સાંસદ સી આર પાટીલ પણ હાજર હતા.
હાલમાં નવસારીના સાંસદ પોતાના મતદારોના પ્રશ્નો માટે એક મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. જેના ઉપયોગ થી મતદારો પોતાના પ્રશ્નો સાંસદ સુધી પહોંચાડી શકે તો સાંસદ પણ એ પ્રશ્નો હલ કરવા માટે કાર્યવાહી કરી શકે. અમિત શાહે આ એપ્લિકેશનની સંપૂર્ણ માહિતી મેળવી છે અને તેના જેવી જ એપ્લિકેશન હવે તે પણ બનાવી રહ્યા છે અને તેના માધ્યમથી અમિત શાહ સીધા જ લોકોના પ્રશ્નોને જાણી શકશે અને તેને લઈને સિદ્ધુ નિરાકરણ પણ કરી શકશે.
ગુજરાત રાજ્યમાં પ્રથમ આ પ્રયોગ સી આર પાટીલે કર્યો અને હવે અમિત શાહ આ એપ્લિકેશન નો ઉપયોગ કરશે. જેથી લોકો ઘરે બેઠા આંગળીના ટેરવે પોતાના પ્રશ્નો જણાવી શકશે હાલમાં આ એપ્લિકેશન બની રહી છે અને લગભગ 10 દિવસમાં તૈયાર થઈ ગયા બાદ તેનો ઉપયોગ ગાંધીનગર લોકસભાના મતદારો કરી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.