છેલ્લા ત્રણ દિવસથી પોલીસ વર્દીમાં મંત્રી પુત્રને કાયદો શીખવીને પ્રખ્યાત થયેલી સુનિતા યાદવનો નવો વિકાદ બહાર આવ્યો છે. પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે તેના ઘરે પોલીસ હેડ ક્વાર્ટર થી એક નોટીસ બજવવા ગયેલી પોલીસે સુનીતા યાદવને કારણે ક્ષોભજનક સ્થિતિ માં મુકાવું પડ્યું છે.
આ ઘટના બન્યા બાદ તારીખ ૯ જુલાઈ થી બીમારીનું કારણ દર્શાવી પોતાની ફરજ પર ગેરહાજર છે. જેથી સુરત પોલીસ દ્વારા હાજર થવા બાબતની નોટિસની બજવણી માટે સુનિતાના ઘરે પોલીસ મુખ્ય મથક(HQ) થી પોલીસ આવતા, સુનિતાએ નોટીસના જવાબમાં એમ કહ્યું કે, મને પોલીસ વર્દી થી નફરત છે. તમે લોકો પોલીસ ડ્રેસ પહેર્યા વગર આવો. હું સાઈન નહિ કરું. મને આ ગુજરાતીમાં લખેલ નોટિસ વાંચતા નથી આવડતું.(તો પોલીસની પરીક્ષા પાસ કેવી રીતે કરી એ તપાસનો વિષય છે)
ગઈકાલે રાતે પણ વિવાદિત સુનીતાએ પોતાના ફેસબુક લાઈવમાં સરકાર અને પોલીસ તંત્ર સહીત મીડિયા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. હાલ પોલીસ આ વિડીયો બાબતે તપાસ કરી રહી છે અને સુરતના કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ આ ઘટનાની તપાસ કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
અહી ચોંકાવનારી બાબત એ છે કે સુનીતા જે ફ્લેટ માં રહે છે તેના બિલ્ડર કુમાર કાનાણી ના પુત્ર પ્રકાશ કાનાણી જ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ બાબતે પૂર્ણ સ્પષ્ટતા થઇ શકી નથી. સુનીતાને હાલમાં પોલીસ બંદોબસ્ત મળ્યો છે. તેણે આ બંદોબસ્ત સામેથી માંગ્યો હોવાની વાત સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news