Home Minister Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે હતા, તેઓના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ એકાએક કેન્દ્રીય ગૃહમંત્રીના આજના ગુજરાતના અમિત શાહના તમામ કાર્યક્રમ રદ્દ કરાયા હતા. અને હવે એ તમામ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે. ત્યારે દિલ્હીમાં ખેડૂત આંદોલનને કારણે સર્જાયેલી મહત્વની જરૂરિયાતને લઈએ અમિત શાહ(Home Minister Amit Shah) દિલ્હી જવા રવાના થયા હોવાનુ સામે આવ્યું છે.
અમદાવાદના સાણંદ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમૂહર્ત અને લોકર્પણ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદ મહાનગરપાલિકાના કુલ 1950 કરોડ રૂપિયાનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે 9250 આવાસના ડ્રો, 891 કરોડ રૂપિયાના ખર્ચે 43 પ્રજાલક્ષી કાર્યોનું ઈ-લોકાર્પણ, 1059 કરોડ રૂપિયાના ખર્ચે 26 પ્રજાલક્ષી કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો આજે અમિત શાહના અમદાવાદના સાણંદ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમૂહર્ત અને લોકર્પણના કાર્યકર્મો યોજાવા હતા.
પ્રવાસ ટૂંકાવી વહેલી સવારે પહોંચ્યા દિલ્હી
આજે સવારે અમદાવાદના શેલા ખાતે ઔડા દ્વારા નવનિર્મિત કોમ્યુનિટી હોલનું અમિત શાહના હસ્તે લોકાર્પણ થવાનું હતું. તો સાણંદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે નવનિર્માણ પામનારા ગોડાઉન તથા કોમ્પલેક્ષના ખાતમૂહૂર્ત અમિત શાહના હસ્તે થવાનું હતું. આ ઉપરાંત સાણંદના મોડાસર, ઝોલાપુર, અને છારોડી ખાતે પણ અમિત શાહના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ પહેલા જ અમિત શાહ આજે વહેલી સવારે દિલ્હી જવા રવાના થયા હતા.
આ ખેડૂતો MSP સહિત 10 મુદ્દાની માંગ પર અડગ છે
નોંધનીય છે કે, સરકાર સાથેની બેઠક નિષ્ફળ જતાં આજથી ખેડૂત સંગઠનો 2500થી પણ વધારે ટ્રેકટરો સાથે દિલ્લી તરફ આગળ વધી રહ્યાં છે. મોટા ભાગે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો દિલ્હી આવી રહ્યા છે. આ ખેડૂતો MSP સહિત 10 મુદ્દાની માંગ પર અડગ છે. અને એને લઈને હવે તેમણે આંદોલન પાર્ટ 2.0 શરૂ કર્યું છે.
ખેડૂતોને મનાવવા માટે લગભગ 5 કલાક સુધી બેઠક
ખેડૂતોને મનાવવા માટે લગભગ 5 કલાક સુધી મેરેથોન બેઠક કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અર્જુન મુંડા સામેલ હતા. પરંતુ ખેડૂતો MSP પર કાયદાકીય ગેરંટી માગી રહ્યા છે. જેના પર વાત અટકી ગઈ. ત્યારબાદ ખેડૂત નેતાઓએ આરપારના જંગની જાહેરાત કરતાં કહી દીધું કે દિલ્હી જઈને જ રહેશે. જેના પગલે હાલમાં દિલ્લીની ગાઝીપુર, સિંધુ, સંભૂ, ટિકરી સહિત તમામ બોર્ડને પોલીસ છાવણીમાં ફેરવી નાંખવામાં આવી છે.
પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે ખેડૂતોની આડમાં ઉપદ્રવીઓએ જો કાયદા વ્યવસ્થામાં અડચણ ઉભી કરવાનો પ્રયાસ કર્યો તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ પ્રધાનમંત્રી મોદી અબુધાબીના પ્રવાસે છે, જ્યાં તેઓ BAPS હિન્દુ મંદિરનું ઉદઘાટન કરવાના છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહને દિલ્હી જવું પડ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube