મહારાષ્ટ્રમાં એવુંતો શું થયું કે, મુખ્યમંત્રીની ખુરશી રાતોરાત બદલાય ગઈ….

મહારાષ્ટ્રમાં શિવસેનાના હાથમાં આવેલી મુખ્યમંત્રીની ખુરશી રાતોરાત ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરીને ભાજપે છીનવી લીધી છે. આશ્ચર્યજનક વાત છે કે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરને અથવા કોંગ્રેસને પણ…

મહારાષ્ટ્રમાં શિવસેનાના હાથમાં આવેલી મુખ્યમંત્રીની ખુરશી રાતોરાત ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરીને ભાજપે છીનવી લીધી છે. આશ્ચર્યજનક વાત છે કે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરને અથવા કોંગ્રેસને પણ આ હકીકતની જાણકારી હશે નહીં. એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે, જોકે ભાજપના પણ ઘણા નેતાઓને નહીં ખબર હોય કે મહારાષ્ટ્રમાં રાતોરાત નિર્ણય બદલાઈ જશે. દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે શપથ લેતાંની સાથે જ રાષ્ટ્રપતિ શાસન હટાવવાની સૂચના પણ જારી કરવામાં આવી હતી.ખરેખર, કેબિનેટની બેઠકમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવા ભલામણ કરવામાં આવે છે. પરંતુ આ પ્રક્રિયામાં પણ કોઈને ખબર પડી નથી. જોકે, આ મોટી રાજકીય ઘટનાના ઘણા અર્થ છે. આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી છે. ભાજપ અને શિવસેનાએ મળીને બહુમતીનો 145 આંક પાર કર્યો. પરંતુ શિવસેનાએ 50-50 ફોર્મ્યુલાની માંગ મૂકી, જે મુજબ સરકાર ચલાવવાનું મોડેલ અઢી વર્ષ હતું.શિવસેનાનું કહેવું છે કે, ભાજપ સાથે કરાર આ ફોર્મ્યુલા પર કરવામાં આવ્યો હતો, પરંતુ ભાજપનો દાવો છે કે, આ પ્રકારનો કોઈ કરાર થયો નથી. આના કારણે મતભેદ એટલા બધા થયા કે બંને પક્ષોની 30 વર્ષ જુની મિત્રતા તૂટી ગઈ.

શરદ પવારે કહ્યું કે, આ એનસીપીનો નિર્ણય નથી.

ન્યુઝ એજન્સી એએનઆઈ અનુસાર શરદ પવારે કહ્યું છે કે, ભાજપને ટેકો આપવો એ અજિત પવારનો અંગત નિર્ણય છે. એનસીપી આમાં સામેલ નથી. શરદ પવારે કહ્યું, ‘હું તેમના નિર્ણયને કોઈપણ રીતે સમર્થન આપતો નથી.


તે શિવસેનાના ‘સામના’માં દર્શાવવામાં આવ્યું હતું – ઉદ્ધવ ઠાકરે!

શુક્રવારે અનેક તબક્કાની બેઠક પછી, જ્યારે કોંગ્રેસ-એનસીપી અને શિવસેના સંમત થયા કે, ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે, અને આ વિશ્વાસ સાથે, આજે શિવસેનાના મુખપત્ર સામનાની મથાળા છાપવામાં આવી છે – …. ઉદ્ધવ ઠાકરે!

દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું:

સૌ પ્રથમ, અમારા નેતાઓ મોદીજી અને અમિત શાહનો આભાર વ્યક્ત કરું છું. શિવસેનાએ આદેશ નકારી કાઢ્યો અને અમારી પાસેથી અલગ સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો. મહારાષ્ટ્રને કાયમી સરકાર બનાવવા બદલ અમે અજિત પવારનો આભાર માનીએ છીએ. અમને વિશ્વાસ છે કે, અમે સ્થિર સરકાર આપીશું

અજિત પવારે કહ્યું કે:

મહારાષ્ટ્રમાં પરિણામો આવ્યા પછી કોઈ સરકાર તેની રચના કરી શકી નથી. મહારાષ્ટ્રમાં ઘણી સમસ્યાઓ છે. અમે નિર્ણય કર્યો અને સ્થિર સરકારની રચના કરી.


અજીત પવાર અને બીજેપીએ રાતોરાત અંધારામાં પાપ કર્યું છે- સંજય રાઉત

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું છે કે, અજીત પવાર કાલે સાંજે અમારી સાથે જ બેઠા હતા અને આજે સવારે તેમણે શપથ લઈને અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમની બોડિ લેંગવેજ કાલે જ અમને શંકાસ્પદ લાગતી હતી. તેમણે રાતોરાત અંધારામાં બીજેપીના સાથ આપીને પાપ કર્યું છે. અમારી શરદ પવાર સાથે વાત-ચીત થઈ છે. અમે જાણીએ છીએ કે આ નિર્ણય સાથે તેમને કોઈ લેવા દેવા નથી. બીજેપીને સાથે આપવોએ અજીત પવારનો નિર્ણય છે, એનસીપીનો નિર્ણય નથી. બીજેપી અને અજીત પવારે મહારાષ્ટ્રની જનતા સાથે દગો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *