સમગ્ર દેશમાં સૌથી વધુ દંડનો ભોગ બન્યા ગુજરાતી, જાણો કેટલા કરોડની વસૂલાત કરી ભારત સરકારે

સમગ્ર ભારતભરમાં 1 સપ્ટેમ્બર 2019થી નવા મોટર વ્હિકલ્સ એક્ટ-2019નું અમલીકરણ ચાલુ કરવામાં આવ્યું હતું. જે અનુસાર દર્શાવેલા નિયમભંગ બદલ નાણાંકીય દંડ સહિતની અન્ય કડક જોગવાઇઓ…

સમગ્ર ભારતભરમાં 1 સપ્ટેમ્બર 2019થી નવા મોટર વ્હિકલ્સ એક્ટ-2019નું અમલીકરણ ચાલુ કરવામાં આવ્યું હતું. જે અનુસાર દર્શાવેલા નિયમભંગ બદલ નાણાંકીય દંડ સહિતની અન્ય કડક જોગવાઇઓ સામે જાહેર જનતા દ્વારા ભારે વિરોધ પણ કરવામાં આવ્યો છે. જો કે આ નવો મોટર વ્હિકલ એક્ટ સરકાર માટે હવે આવકનું મોટું સાધન બન્યું હોય તેવું દરેક લોકો માની રહ્યા છે.

આજે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રોડ પ્રધાન નીતિન ગડકરીએ દેશમાં નવા મોટર વ્હિકલ એક્ટ લાગુ થયા બાદ કેટલાં ચલણ બજાવવામાં આવ્યો અને કેટલા રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે જેની સંપૂર્ણ માહિતી લોકસભામાં રજૂ કરવામાં આવી હતી. જેની અંદર સમગ્ર ભારતમાં ઉત્તરપ્રદેશના વાહનો ચાલકોને સૌથી વધુ દંડ કરાયો છે તો આ મામલે ગુજરાત બીજા ક્રમે છે.

લોકસભામાં માહિતી આપતા નીતિન ગડકરીએ કહ્યું કે, નવા મોડલ વ્હિકલ એક્ટ અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી દેશભરમાં કુલ 38 લાખ ચલણ બજાવવામાં આવ્યા છે અને આ ચલણ મારફતે કુલ 577.5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું કે, કેટલાંક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રોડ અકસ્માત અને તેમાં મૃત્યુદરના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે.

સમગ્ર ભારતમાં 38.39 લાખ ચલણ બજાવવામાં આવ્યા, જાણો અહીં

નવા મોટર વાહન કાયદો અમલમાં આવ્યા બાદ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને ચલણ ફાડવામાં આવે છે જેમાં તેમને નક્કી થયેલા નાણાંકીય દંડ કરાય છે. નીતિન ગડકરીએ કહ્યું હતું કે, નવા મોટલ વ્હિકલ એક્ટના અમલીકરણ બાદ અત્યાર સુધીમાં વાહન ચાલકોને 38,39,406 ચલણ બજાવવામાં આવ્યા છે. જેમાં 577.51 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે-સાથે  સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કોઇ પણ રાજ્ય તરફથી એવી સૂચના પ્રાપ્ત થઇ નથી કે તેઓ નવા મોટર વાહન કાયદાનું અમલ કરશે નહીં.

UPમાં સૌથી વધુ દંડ ફટકાર્યો, બીજા ક્રમે ગુજરાત. જાણો અહીં

નવા મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન દેશભરના વાહન ચાલકોને કુલ રૂપિયા 577.51 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ દંડ ઉત્તરપ્રદેશના વાહન ચાલકોને કરાયો છે. ટ્રાફિક પોલિસે ઉત્તરપ્રદેશના વાહન ચાલકોને રૂપિયા 201 કરોડનો દંડ ફટકાર્યો છે. જો કે ચલણની સંખ્યા 9.83 લાખ જ છે.

સાથે સાથે વાત કરીએ તો ગતિશિલ ગુજરાત ટ્રાફિક દંડના મામલ સમગ્ર ભારતમાં બીજા સ્થાને આવે છે. ગુજરાતમાં ટ્રાફિક પોલિસે વાહન ચાલકોને રૂપિયા 101.27 કરોડનો દંડ ફટકાર્યો છે. ચલણની વાત કરીયે તો 2,22,945 ચલણ ફાડવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે. ત્યારે મોટું રાજ્ય હોવાના કારણે ત્યાં દંડની રકમ મોટી હોવી સ્વાભાવિક છે, જ્યારે ગુજરાત ઉત્તર પ્રદેશની સરખામણીએ બહુ નાનું રાજ્ય હોવા છતાં અહીં બીજા ક્રમે ગુજરાતનો નંબર આવે છે.

આ રાજ્યમાં સૌથી ઓછા ચલણ અને દંડ

નવા મોટર વ્હિકલ એક્ટ હેઠળ સમગ્ર દેશમાં સૌથી ઓછા ચલણ અને દંડ ગોવામાં ફટકારવામાં આવ્યા છે. ગોવામાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન માત્ર 58 ચલણ ફાડવામાં આવ્યા છે અને દંડની રકમ માત્ર રૂ. 7773 કરોડ જ છે.

રોડ અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ ઘટ્યું

એક લેખિત પ્રશ્નના ઉત્તરમાં ગડકરી કહ્યું કે, ચાલુ વર્ષે સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન કેરળમાં રોડ એકસ્માતમાં 314 લોકોના મૃત્યું થયા છે જ્યારે વર્ષ 2018ના સમાન સમયગાળામાં આ સંખ્યા 321 હતી આમ સ્પષ્ટ રીતે રોડ અકસ્માતમાં મૃત્યુદર 2.1 ટકા ઘટ્યો છે. જે સારી બાબત છે.

ઉત્તરપ્રદેશમાં પણ સપ્ટેમ્બરથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન રોડ અકસ્માતમાં મૃત્યુ થનાર લોકોની સંખ્યા જે વર્ષ 2018માં 1503 હતી જે વર્ષ 2019માં 9.8 ટકા ઘટીને 1355 થઇ ગઇ છે. તેવી જ રીતે બિહાર, ગુજરાત, ઉત્તરાખંડ, હરિયાણા, પોંડુચેરી અને ચંડીગઢમાં પણ નવા મોટર વ્હિકલના અમલીકરણ બાદ રોડ અકસ્માતમાં મૃત્યુદર ઘટ્યો છે.  જો કે છત્તિસગઢમાં તદ્દન વિપરીત સ્થિતિ જો મળી છે અને નવો અમલમાં આવ્યા બાદ ત્યાં રોડ અકસ્માતમાં મૃત્યુદર 4.1 ટકા વધ્યો છે. વર્ષ 2018માં સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન રોડ અકસ્માતમાં 293 લોકોના મૃત્યુ થયા હતા તેની સામે વર્ષ 2019માં 305 લોકો મૃત્યુ પામ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *