ભારતમાં બેરુત જેવો એમોનિયમ નાઈટ્રેટ બ્લાસ્ટ થશે તો મરશે અગણિત જનસંખ્યા- સર્વેમાં આવ્યું બહાર

એમોનિયમ નાઇટ્રેટ અનાજનો ઉપયોગ સામાન્ય રીતે જમીનને ફળદ્રુપ બનાવવા માટે કરવામાં આવે છે, જેનાંથી વધુને વધુ અનાજ ઉત્પન્ન થાય. પરંતુ, આ જ એમોનિયમ નાઇટ્રેટ મંગળવારનાં રોજ લેબનીસની રાજધાની બેરૂતમાં એક ખતરનાક વિસ્ફોટ બની ગયો હતો. આ વિસ્ફોટથી લેબનોનનાં સૌથી મહત્વપૂર્ણ ખાદ્ય સ્ટોરનો જ નાશ થયો હતો.

પરંતુ ઘણાં લોકોના મોત પણ થયા હતા. છેલ્લા કુલ 6 વર્ષથી કુલ 2,750 ટન એમોનિયમ નાઈટ્રેટ બેરૂત બંદર પર રાખવામાં આવ્યો હતો. અચાનક જ તે વિસ્ફોટ થયો હતો તથા આ વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો, કે તેણે કુલ 3.3 ની તીવ્રતાના ભુકંપની સમાન તરંગો ઉત્પન્ન કરી હતી.

ચિંતાની વાત તો એ છે, કે કસ્ટમ અધિકારીઓનાં મતે ભારતમાં ચેન્નઈની નજીક મનાલીમાં લગભગ કુલ 740 ટન એમોનિયમ નાઇટ્રેટ સંગ્રહિત થયેલ છે. તે એક ખાનગી ખાતર વર્ષ 2015 માં જ જપ્ત કરાઈ હતી. એક ખાનગી ન્યુઝ એજન્સી ટીમે ‘DIU’ એ અનુમાન લગાવવાનો પ્રયાસ કર્યો, કે જો બેરૂતમાં વિસ્ફોટ થયો તે જ તીવ્રતાથી જો ભારતનાં મોટા શહેરોમાં થાય તો કેટલું નુકસાન થાય છે.

એમોનિયમ નાઇટ્રેટ સામાન્ય તાપમાને રાખવા માટે સલામત છે, પરંતુ અતિશય ગરમી સડો થવાનું કારણ બને છે, અને તે એક ખતરનાક પ્રતિક્રિયા પણ પેદા કરી શકે છે, જેમ કે બેરૂતમાં જ થયું હતું. લેબનીસની રાજધાનીમાં થયેલ આ વિસ્ફોટમાં લગભગ કુલ 135 લોકો માર્યા ગયા છે તેમજ લગભગ કુલ 5,000 લોકો ઘાયલ પણ થયા છે.

પ્રારંભિક અંદાજ બતાવે છે, કે બેરૂતમાં થયેલ વિસ્ફોટના કુલ 6 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં લગભગ કુલ 18 લાખ લોકો રહે છે. બેરૂતની વસ્તીનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, કારણ કે કોઈપણ વસ્તી ગણતરીના ડેટા અસ્તિત્વમાં નથી. બાલામંડની લેબનીઝ યુનિવર્સિટીના એક અનુમાન મુજબ, દરેક ચોરસ કિલોમીટર વિસ્તારમાં કુલ 21,000 લોકો રહે છે. વિસ્ફોટ એટલું શક્તિશાળી હતું, કે લેબનોનની અડધી રાજધાનીને નુકસાન પહોંચાડ્યું હતું.

કોઈપણ શહેરમાં વસ્તીની ઘનતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેરૂત જેવી દુર્ઘટના કોઈપણ શહેરમાં મોટા વિનાશનું કારણ બની શકે છે. છેલ્લા કુલ 30 વર્ષમાં ભારતમાં શહેરી વસ્તી ખુબ જ વધી છે અને બમણી થઈને કુલ 60 કરોડ પણ થઈ ગઈ છે. ભારત, મુંબઇ, દિલ્હી, ચેન્નાઈ અને બેંગ્લુરુ જેવા મોટા શહેરોમાં વસ્તી ખૂબ જ ગીચ રહેલી છે. દરેક ચોરસ કિલોમીટરમાં કુલ 10,000 લોકો પણ રહે છે.

વસ્તીનાં નિષ્ણાતો એમ પણ કહે છે, કે જો આ પ્રકારની ઘટના થાય છે, તો મોટા શહેરોને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. મુંબઈની ‘ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સિસના મેથેમેટિકલ ડેમોગ્રાફી એન્ડ સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ’ ની લક્ષ્મીકાંત દ્વિવેદીએ એક ખાનગી ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે, “કોઈ પણ દુર્ઘટનાની ગંભીરતા કોઈ પણ દેશની વસ્તીની ઘનતા પર જ આધારીત હોય છે. ઉદાહરણ તરીકે, મુંબઈની વસ્તી ખૂબ જ ગીચ છે તથા શહેરના કેટલાક ભાગોમાં વસ્તી ગીચતા કુલ 3 લાખથી પણ વધુ છે. કુલ 36 કિ.મી.ની ત્રિજ્યામાં સરેરાશ કુલ 3,65,48,544 ની વસ્તી પ્રભાવિત પણ થશે.’

મુંબઈ: ભારતની આર્થિક રાજધાની મુંબઇ એ બેરૂતની કરતા ઘણી વધારે ઘનતા ધરાવે છે, જ્યાં દરેક ચોરસ કિલોમીટરમાં કુલ 32,000થી પણ વધુ લોકો રહે છે. બેરૂતમાં વિસ્ફોટની તીવ્રતા જેટલો જ જો મુંબઇમાં આ પ્રકારનો વિસ્ફોટ થાય છે, તો કુલ 36,54,854 લોકોને તેની અસર થશે. બેરુત વિસ્ફોટમાં જ જેવું થયું હતું તેમ કુલ 6 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ઘરોને પણ નુકસાન થઈ શકે છે અને બારીઓ પણ ફૂંકાશે. આ વિસ્ફોટ કુલ 125 કિમી સુરત સુધી સાંભળવામાં આવશે.

દિલ્હી: મુંબઇ પછી દિલ્હી ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. જો બેરૂત જેવિ જ ઘટના બને છે, તો દિલ્હીને પણ મોટા પાયે જાન-માલનું ઘણું નુકસાન વેઠવું પડશે. વસ્તી ગીચતાના ડેટા બતાવે છે, કે જો ઇન્ડિયા ગેટ વિસ્તારમાં બેરૂતની બરાબરનો જ તીવ્રતાનો વિસ્ફોટ થાય છે, તો આસપાસના કુલ 6 ચોરસ કિલોમીટરમાં લગભગ કુલ 12,80,777 લોકોને એની અસર થશે. આવા શક્તિશાળી વિસ્ફોટની અસર ભારતની રાજધાનીથી કુલ 100 માઇલ દૂર ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં પણ અનુભવી શકાશે.

બેંગલુરુ: ભારતના દક્ષિણ શહેરોમાં પણ પરિસ્થિતિ સુધરશે નહીં. જો આ પ્રકારનો વિસ્ફોટ બેંગલુરુમાં થાય છે, તો કુલ 4,95,678 લોકો આનાંથી પ્રભાવિત થશે. અંદાજે કુલ 6 કિ.મી.ની ત્રિજ્યા તેમજ વસ્તી ગીચતા કુલ 4,381 લોકો દીઠ ચોરસ કિ.મી. પર રહે છે.

ચેન્નાઈ: એ જ રીતે, જો ચેન્નઈમાં બેરૂત જેવો વિસ્ફોટ થાય તો લગભગ કુલ 30,04,282 લોકો તેનાં અસરગ્રસ્ત થશે. અંદાજીત કુલ 6 કિ.મી. ત્રિજ્યા તથા વસ્તી ગીચતા કુલ 26,553 લોકો દીઠ ચોરસ કિમીમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *