આજની યુવા પેઢીની પ્રોબ્લેમ શું છે? દરેક માતા-પિતા સમય કાઢીને ખાસ વાંચે અને આજથી જ આ વાતો નું ખાસ ધ્યાન રાખે

છેલ્લા ઘણા સમયથી સુરતના ગ્રીષ્મા હત્યાકાંડે સમગ્ર રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે. ગ્રીષ્મા હત્યાકાંડ પછી પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી છે. એક બે નહિ પરંતુ…

છેલ્લા ઘણા સમયથી સુરતના ગ્રીષ્મા હત્યાકાંડે સમગ્ર રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે. ગ્રીષ્મા હત્યાકાંડ પછી પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી છે. એક બે નહિ પરંતુ ચાર-ચાર ઘટનાઓ નોંધાતા સમગ્ર રાજ્ય ફરીએકવાર હચમચી ઉઠ્યું છે. પોલીસ ફક્ત ઘટના પછી, આરોપીને સજા આપવી શકશે, પરંતુ ઘટનાઓ અટકાવી નહિ શકે! આવી ઘટનાઓ દરેક યુવા સંતાનોના માતા-પિતા જ અટકાવી શકશે. આ લેખ ખાસ દરેક માતા પિતાએ વાંચવો પડશે, સમજવો પડશે અને પોતાની વ્યસ્તભરી જિંદગી માંથી સમય કાઢી, પોતાના બાળકોને સાચી દિશા તરફ વળવા પડશે. જયારે સંતાનોને માતા પિતા તરફથી પ્રેમ મળતો નથી ત્યારે બાળકો તેમના મિત્રો તરફ વધારે પ્રેરાય છે.

આજના યુવાનોની વાત કરીએ તો, તેમનામાં સહનશીલતાનું નામોનિશાન મટી ગયું છે. આજના મોટાભાગના યુવાનોને એવું થઇ ગયું છે કે, ‘I am something’ એટલે કે, હું જ કઈક છું, હું જે ઈચ્છું એ જ થવું જોઈએ! જો તેમનું ધાર્યું ન થાય તો, કોઈ પણ હદ સુધી આજના યુવાનો જવા તૈયાર થઇ રહ્યા છે. આ ફક્ત વાતો જ નથી, પરંતુ છેલ્લા કેટલાય સમયમાં આપણને નજરે દેખાઈ રહ્યું છે. સુરતમાં ગ્રીષ્મા દીકરીની હત્યા, ગાંધીનગરમાં પણ સગીરાની હત્યાનો પ્રયાસ, ધોરાજીમાં યુવતી પર ખૂની હુમલો અને વેરાવળમાં ઝનૂની પ્રેમીએ યુવતીના ગળે છરી વડે હુમલો કર્યાના ઘણા બનાવો છેલ્લા એક થોડા સમયમાં સામે આવ્યા છે.

શું કામ આવું કરવા મજબુર બને છે આજના યુવાનો?
અહિયાં સૌથી મોટો સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે, પ્રેમમાં નાસીપાસ થતા આજના યુવાનો, આવું કરવા પ્રેરિત ક્યાંથી થઇ રહ્યા છે? ‘તું મારી નહિ, તો કોઈની નહિ’ આજના પાગલ પ્રેમીઓમાં આવું જુનુન વધતા, પ્રેમમાં પાગલ પ્રેમી કઈ પણ કરવા તૈયાર થઇ રહ્યો છે. ના તો કાયદાનું ભાન રહે છે, ના તો તેમના પરિવારની આબરુનું… છેલ્લા બે અઠવાડિયામાં ચાર ચાર ઘટનાઓ નોંધાતા સમગ્ર ગુજરાત રાજ્ય હચમચી ઉઠ્યું છે.

‘શારીરક આકર્ષણ’ને પ્રેમ સમજી રહ્યા છે આજના યુવાનો!
મોટાભાગના યુવાનોનો પ્રેમ ‘શારીરક આકર્ષણ’ને કારણે જ થાય છે. ગત સમયમાં બનેલા ઘણા બનાવોની વાત કરીએ તો, પ્રેમની શરૂઆત એક તરફથી શરુ થાય છે. યુવતીઓમાં ‘સિક્સ સેન્સ’ પાવર પુરુષ કરતા પણ ઘણો વધારે હોય છે. જયારે એક તરફી પ્રેમી કોઈ યુવતીને તેની સાથે સબંધ રાખવાની વાત કરે છે ત્યારે, કોઈ પણ યુવતી તેની સામે ઉભેલા વ્યક્તિને પારખી લે છે. જો યુવતી સબંધ રાખવાની ના પાડે તો, હાલની યુવા જનરેશન સહન કરી શક્તિ નથી. કારણ કે, તેમના માતા પિતાએ નાનપણથી જ તેમની દરેક ઇચ્છાઓ પૂરી કરી છે, હવે જયારે તેમને કોઈ છોકરી પહેલીવારમાં જ સબંધ રાખવાની ના પાડી દે તો, સહન કરી શકતા નથી. યુવાનો સમજે છે કે, તેઓ જે ઈચ્છે તે પ્રમાણે જ થવું જોઈએ. પરંતુ આ વિચારે આજના યુવાનો શું કરી બેસે છે તેનું તેને જ ભાન રહેતું નથી.

ખાસ માતા પિતાએ ચેતવાની જરૂર!
આજના મોર્ડન સમયમાં દરેક માતા પિતા તેમના સંતાનોની દરેક ઇચ્છાઓ પૂરી કરી દે છે, જે માંગે તે આપવી દે છે. જેના કારણે બાળકોમાં સહનશક્તિનો (સાયકોલોજીલ ડેવલપમેન્ટ) અભાવ આવવા લાગે છે, જે ભવિષ્યમાં બાળકોને ખુબ તકલીફ આપી શકે છે. આના જ કારણે બાળકોમાં ચીડિયાપણું અને જીદ્દીપણું આવી જાય છે. તો આ વાતોનું અત્યારથી જ ધ્યાન રાખીને દરેક માતા પિતાએ પોતાના વ્યસ્ત જીવનનો થોડો સમય બાળકોને પણ આપવાનું શરુ કરવું પડશે. હાલ મોટાભાગના ઘરોમાં માતા પિતા બંને નોકરી કરે છે, જેનાથી બાળકો ઉપર ધ્યાન રાખવામાં ક્યાંકને ક્યાંક ચુકી જાય છે. તો આ દરેક વાલીએ પોતાના સંતાનો સાથે ઈન્ટરેકશન વધારવું જોઈએ.

બાળકો માંથી યુવાનો થતા આજે મોટાભાગના યુવાનો તેમના માતા પિતાથી ઘણી વાતો છુપાવવા લાગે છે. નાની ઉંમરે બાળકો તેની સાથે થયેલી દરેક વાતો તેમના વાલીને કરી દે છે, પરંતુ યુવાન અવસ્થામાં ઘણો બદલાવ આવી જાય છે. આ જ બદલાવ આવનારા સમયમાં તમારા સંતાનોની જિંદગી બરબાદ કરી શકે છે. તો આજના સમયમાં દરેક વાલીએ સતર્ક થઈને પોતાના વ્યસ્ત ભર્યા જીવન માંથી થોડો સમય સંતાનોને પણ આપવો ખુબ જરૂરી છે. જેનાથી તમારા સંતાનો શું કરે છે? કોની સાથે હરે-ફરે છે? તે સાચી દિશામાં છે કે અવળી દિશામાં? જો આ દરેક વાતોનું ધ્યાન માતા પિતાને હોય તો ‘ગ્રીષ્મા’ જેવો હત્યાકાંડ ક્યારાય ન થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *