વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જીવ જોખમમાં છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મુંબઈ પોલીસને એક વોટ્સએપ મેસેજ મળ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે પીએમની હત્યાનું કાવતરું ઘડ્યું છે. આ મેસેજ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ મુંબઈ ટ્રાફિક પોલીસને મોકલવામાં આવેલા ઓડિયો મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, દાઉદ ઈબ્રાહિમે વડાપ્રધાન મોદીની હત્યા માટે મુશ્તાક અહેમદ અને મુશ્તાક નામના બે આતંકીઓને કોન્ટ્રાક્ટ આપ્યો છે. વર્લી પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેઓ મેસેજ મોકલનારની શોધમાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓગસ્ટમાં પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તે સમયે એક ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓના સ્લીપર સેલમાં સામેલ 20 લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારવા માટે તૈયાર છે. ઈ-મેલમાં કહેવામાં આવ્યું હતું કે આ સ્લીપર સેલ પાસે 20 કિલો આરડીએક્સ છે. ઈ-મેલ મોકલનારએ એવો પણ દાવો કર્યો હતો કે તેના આતંકવાદીઓ સાથે સંબંધ છે. ઈ-મેલમાં કહેવામાં આવ્યું છે કે તે આ ષડયંત્રના ખુલાસાથી બચવા માટે આપઘાત કરી રહ્યો છે.
જૂન 2018માં, પોલીસે પુણેની કોર્ટમાં એક પત્ર રજૂ કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે માઓવાદીઓ રાજીવ ગાંધીની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે. પુણેની વિશેષ અદાલતમાં સરકારી વકીલે આ માહિતી આપી હતી. ત્યારે પોલીસે દાવો કર્યો હતો કે જાન્યુઆરીમાં ભીમા-કોરેગાંવમાં હિંસાના સંબંધમાં પાંચ લોકોની ધરપકડ બાદ આ માહિતી પ્રકાશમાં આવી હતી.
તે સમયે એક પત્ર મળ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો, જે દિલ્હીના મુનિરકા સ્થિત આ કેસના એક આરોપી રોના જેકબ વિલ્સનના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ‘કોમરેડ પ્રકાશ’ને સંબોધિત પત્રમાં બિહાર અને પશ્ચિમ બંગાળમાં હાર છતાં 15 થી વધુ રાજ્યોમાં ભાજપની જીત પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.