કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું- સુરતની દરેક બેઠકો પર આ પાર્ટી જીતી રહી છે

ગુજરાતમાં વિધાનસભા (Gujarat Election 2022) ની ચૂંટનીનો શંખનાદ વાગી ગયો છે. ત્યારે દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગયા છે. ભારતીય જનતા પાર્ટીના…

ગુજરાતમાં વિધાનસભા (Gujarat Election 2022) ની ચૂંટનીનો શંખનાદ વાગી ગયો છે. ત્યારે દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગયા છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના દિગ્ગજ નેતાઓ સુરતમાં સતત પ્રચાર માટે આવી રહ્યા છે. કેન્દ્રના કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ સુરતમાં જુદા જુદા વિસ્તારની મુલાકાત લઈને ગઈ કાલે પાર્ટીનો પ્રચાર કર્યો હતો. ખાસ કરીને તેમના ટેક્સટાઇલ માર્કેટમાં ફરીને વેપારીઓને ભાજપને મત આપવા માટેનું કેમ્પેઇન કર્યું હતું.

ગુજરાતમાં ફરીથી લોકોના આશીર્વાદ ભાજપને મળશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ગુજરાતના લોકોને તેમને આશીર્વાદ મળ્યો છે અને કેન્દ્ર સરકારમાં ગયા પછી પણ સતત ગુજરાતની પ્રજાએ તેમને જંગી બહુમતીથી જીત અપાવી છે. જયારે આ વખતે પણ વિધાનસભાની ચૂંટણીનીમાં સુરત શહેર અને જિલ્લાની સોળ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીની જીત થશે. ગુજરાતની પ્રજા ખૂબ જ સમજુ છે. ગુજરાતની પ્રજા નરેન્દ્ર મોદીના તમામ ઇશારા સમજી જાય છે અને પરિણામ પણ એ પ્રકારે જ આપે છે.

આપ તેમની સીએમની બેઠક ખોશે
પિયુષ ગોયલે એક ચોક આવનારું નિવેદન આપ્યું હતું. આમ આદમી પાર્ટીનો સીએમનો ચહેરો ઈશુદાન ગઢવીની બેઠકને લઈને પિયુષ ગોયલે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના સીએમનો જે ચહેરો છે તેની બેઠક જ હારશે. તેમને આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, ઈશુદાન ગઢવી જે બેઠક ઉપરથી લડી રહ્યા છે તે બેઠક જ આમ આદમી પાર્ટી હારશે. આમ આદમી પાર્ટી નો કોઈ પણ પ્રકારનો પ્રચાર અંગેનો માહોલ સુરતમાં પણ દેખાતો નથી.

શહેરમાં અન્ય કોઈ રાજકીય પાર્ટીનો માહોલ દેખાતો નથી
હું સમગ્ર શહેરની અંદર અલગ અલગ વિસ્તારમાં ફર્યો ત્યારે કોઈપણ જગ્યા ઉપર આમ આદમી પાર્ટીના કે કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રચાર પ્રસાર કરતાં દેખાયા ન હતા. માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ અલગ અલગ વિસ્તારોમાં દેખાતા હતા. શહેરની અંદર જે પ્રકારનો માહોલ મને જોવા મળ્યો છે તે જોતા મને આત્મવિશ્વાસ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો ઉપર વિજય મેળવશે.

રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા
પિયુષ ગોયલે રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું કે, કેટલાક લોકો ભારત જોડવા માટે અલગ અલગ રાજ્યમાં ફરી રહ્યા છે પરંતુ ગુજરાતમાં દેખાતા નથી. કેટલાક લોકોને જો થોડી સમજ આવી જાય તો તેઓ દેશના વિકાસમાં પોતાનો યોગદાન આપી શકે છે. આજે તેઓ પહેલી વખત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આવ્યા છે તો સારું કર્યું. આર્થિક બાબતોની જો તેમને સમજ આવી જાય તો તેઓ જે રાજ્યમાં હાલ તેમની સરકાર છે તેમાં થોડુંક સારું કામ કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *