ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. દરેક પાર્ટીઓ લોકોને રીઝવવા અનેક પ્રયત્નો કરી રહી છે. તે પછી કેજરીવાલ ની ગેરંટી હોય કે પછી ભાજપનો ભરોસો… જોવા જઈએ તો ગુજરાતમાં ખરેખર ની ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ છે. માહોલ જોતા લાગી રહ્યું છે કે ગુજરાતની જનતા કેજરીવાલને મૂકો આપી શકે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ મત મેળવવા અનેક પ્રયાસો કરી રહી છે. તેમાંનો એક પ્રયાસ એટલે ‘ગૌરવ યાત્રા.’
આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા બાદ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ ગૌરવ યાત્રાની શરૂઆત કરી છે. રવિવારે જસદણમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને મહેન્દ્ર ની હાજરીમાં ગુજરાત ગૌરવ યાત્રા પહોંચી હતી. આ યાત્રા બાદ ભાજપની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.
ઓડિયો ક્લિપમાં ભાજપ કાર્યાલય માંથી કોઈ કાર્યકર્તા અને એક મતદાર વચ્ચે વાતચીત થઈ રહી છે. જસદણના એક નાગરિકને ગૌરવ યાત્રામાં આવવા ફોન આવ્યો હતો. ત્યારે આ મતદારે કટાક્ષમાં કહ્યું કે, શેની ગૌયાત્રા… પેપર ઓફ ફૂટે છે એની…?
ભાજપ કાર્યકર્તા અને મતદાર વચ્ચેની વાતો…
ભાજપ : રવિવારે ભાજપની ગૌરવ યાત્રા છે, અને તેમાં લોકડાયરા સહિતનું ભવ્ય આયોજન પણ છે, તો તમારે હાજરી આપવાની છે.
મતદાર : સાહેબ, એ તો બધું ઠીક પણ અમારા ઘણા પ્રશ્નો છે, જે અમને મૂંઝવે છે!
ભાજપ : હા તો, તમારા બધા પ્રશ્નો લઈને કાર્યાલયે આવો તેનું અમે સમાધાન કરી દેશું.
મતદાર : એમ ના થાય!
ભાજપ : શું ન થાય… તમે આવો અને રજૂઆત તો કરો…
મતદાર : હવે, જસદણમાં તમારી ગૌરવ યાત્રા આવે છે, તો શેનું ગૌરવ?
ભાજપ : ભારતીય જનતા પાર્ટી એ સારા કામ કરેલા હોય તેનું ગૌરવ
મતદાર : 30 વર્ષમાં તમે ડેન્જર કામ કર્યા હશે તેની જ ગૌરવ યાત્રા નીકળી રહી છે ને..
ભાજપ : તમારો જે પણ પ્રશ્ન હોય તે કહો અને તમે ખુલીને વાત કરો
મતદાર : હું સાહેબ ખુલીને જ વાત કરી રહ્યો છું. તમે લોકોએ કેવા કામ કર્યા છે તેની અમને ખબર જ છે, એટલે ગૌરવ યાત્રામાં જોડાઈને અમારે શરમાવું નથી
ભાજપ : હા, તમારી એ વાત પણ સાચી
મતદાર : શું તમે અખબાર વાંચ્યું?
ભાજપ : આ બધું વાંચવાનો સમય તો ક્યાં છે…
મતદાર : ઉભા રેજો… ફોન ન કાપતા, મારી વાત સાંભળો… તમે અખબાર વાંચો તેમાં લખ્યું છે, ફરીથી BBA અને B.com નું પેપર ફૂટ્યું, 30 વર્ષે પણ હજુ પેપર ફૂટતા બંધ નથી થયા. તો શેનું ગૌરવ લેવું? પેપર ફૂટે એનું? તમને વાત સમજાય છે ને? 30 વર્ષથી તમારી સરકાર છે, તેમ છતાં પણ પેપરો ફૂટી રહ્યા છે તો અમારી જવાબદારીનું શું? મારો દીકરો B.com માં જ અભ્યાસ કરી રહ્યો છે. જો આ રીતે પેપર ફૂટ્યાં કરે તો અમારે કેટલા વર્ષ રાહ જોવાની…
ભાજપ : તમારી વધી વાત સાચી પણ અધિકારીઓ જ ભ્રષ્ટ હોય તો શું કરવું?
મતદાર : જો અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોય તો તમે તેને સસ્પેન્ડ કરો ને…
ભાજપ : આ લેખિત રજૂઆત તમે આપણા ધારાસભ્યને કરી દેજો
મતદાર : ધારાસભ્ય હવે શું કરે એ તો માંડ અઢી વર્ષના મહેમાન હોય, સરકાર 30 વર્ષથી છે તે કંઈ નથી કરી શકતી?
ભાજપ : તમે એક કામ કરો કાર્યક્રમમાં આવો આપણે શાંતિથી વાત કરીએ
મતદાર : ના સાહેબ, ના… કાર્યક્રમમાં આવી અને શરમ અનુભવવી નથી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.