જન્મદિવસ ની ઉજવણી કરવી હોય તો શીખો આ અંકલેશ્વરના 13 વર્ષના બાળક પાસે, જાણો વધુ.

Published on: 2:39 pm, Thu, 2 May 19

જન સેવા એજ પ્રભુ સેવા ની કહેવતને આજે પણ એક ૧૩ વર્ષીય બાળકે જીવિત રાખી છે. અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા જેનિષ કુમાર બીપીનભાઈ પટેલ જે અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવનમાં અભ્યાસ કરે છે.

તેઓએ પોતાના જન્મ દિવસ નિમિત્તે ગલ્લામાં ભેગા કરેલ જમા પૂંજી જરૂરત મંદ લોકોને મદદ થાય તે હેતુથી અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં ચાલતા ભૂખ્યાને ભોજનના સ્ટોર પર જઈ જેનિષ કુમારે તેના ગલ્લામાં રાખેલ તમામ જમા પૂંજી ભૂખ્યાના ભોજનના સ્ટોર પર દાન કરી હતી અને અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.

જ્યારે ભુખ્યા ના ભોજન ના આયોજકોએ પણ જેનીશ ભાઈ પટેલના આ કાર્યથી ખૂબ પસંદ થયા હતા અને ૧૩ વર્ષીય જેનિસ ને શુભકામનાઓ પાઠવી હતી અને ભવિષ્યમાં પણ આ બાળક સમાજ સેવક નું કામ કરતો રહે તેવું પણ પ્રોત્સાહન આપ્યું હતું ત્યારે સમાજમાં પણ આવા બાળકો આજે પણ માનવતા જીવિત છે તેનું ઉદાહરણ પાઠવી રહ્યા છે.