ભારત: પોતાના જીવની ચિંતા કર્યા વગર સીમા પર સેવા આપી રહેલ વીર જવાનને કારણે આપડે રાત્રે સારી રીતે ઊંઘી શકીએ છીએ. પણ શું તમે જાણો છો કે, દેશની રક્ષા કરવા માટે એક શહીદ થયેલ સિપાહી હજી પણ સીમા પર હાજર હોય છે. આ વાત સાંભળવામાં તમને થોડું અજીબ લાગશે પણ આ સત્ય હકીકત છે.
એક એવો શહીદ વીર જવાન ભારત ચીનની સીમા પર છે કે, જે પોતાના સંપૂર્ણ જીવન દરમિયાન તે સરહદની રક્ષા કરે જ છે પણ તે અત્યારે મૃત્યુ પછી પણ સરહદની રક્ષા કરી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, હજી પણ તેમની ફેમેલીને આ સિપાહીની સેલેરી મળે છે અને તેમનું પ્રમોશન પણ થાય છે. આ સાથે આ સિપાહીની યાદમાં ત્યાં એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે. અહીંયા લાખો લોકો દર્શન કરવા માટે આવે છે.
24 પંજાબ રેજિમેચમાં હરભજન સિંહ જવાન હતા. તેઓ 1968માં ચાલુ ડ્યુટી પર એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત બાદ ઘણા દિવસો સુધી તેમનું શબની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તેનું કોઈ પતો લાગ્યો ન હતો. માનવામાં આવે છે કે, એક જવાનને હરભજન સિંહએ સપનામાં આવીને જણાવે છે કે, તેમનો દેહ ક્યાં પડ્યો છે. બીજા દિવસે સર્ચ ઓપરેશન દ્રારા તેમનું બોડી એ જ જગ્યાએથી મળી આવ્યું છે. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને પછી એ જ જગ્યાએ હરભજનનું મંદિર બનાવવામાં આવ્યું છે અને ત્યાં પૂજા પાઠ પણ શરુ છે.
મળતી માહિતી મુજબ, એજ સિપાહીના સપનામાં ફરીથી બાબા હરભજન સિંહની આત્મા આવે છે અને સપનામાં આવીને તેમને જણાવે છે કે, તેઓ આજે પણ અહીંયા જ છે અને હજી પણ પોતાની પોસ્ટ પર તેઓ ડ્યુટી કરી રહ્યા છે. બાબા હરભજનની ઈચ્છાને માન આપીને તેમની એક સમાધિ પણ બનાવી છે. વર્ષ 1982માં ભારતીય સેનાએ તેમની સમાધિ સિક્કિમની રાજધાની ગંગટોકના જેલેપલા અને નાથુલાની વચ્ચે બનાવવામાં આવી છે. લાખો લોકો લગભગ 13 ફૂટ ઊંચાઈ પર આવેલ બાબા હરભજનના મંદિર પર દર્શન કરવા માટે આવે છે. બાબા હરભજનના એક ફોટો સાથે તેમના બુટ અને તેમનો બાકીનો સામાન પણ આ મંદિરમાં રાખવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.