ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરમાં લખાશે મહેસાણાની આ દીકરીનું નામ- વાંચી ગર્વથી છાતી પહોળી થઇ જશે

હાલમાં જ્યારે એકબાજુ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી ભારત માટે મેડલોનો વરસાદ કર્યો છે ત્યારે ખાસ કરીને બેડમિન્ટનમાં ગોલ્ડ, સિલ્વર મેડલો જીત્યા છે. બીજી બાજુ મહેસાણા માટે આનંદનાં સમાચાર સામે આવ્યા છે. મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીર ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી પામી છે.

સૌપ્રથમવાર રાજ્યમાં કોઈ બેડમિન્ટન ખેલાડીની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તસનીમ મીર સાઈના નહેવાલની સાથે ભારતીય ટીમમાંથી રમશે. તે ડેનમાર્કમાં થોમસ એન્ડ ઉબેર કપમાં રમશે ત્યારે તેના પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

તસનીમના પિતા પોલીસકર્મી છે જયારે તસનીમના કોચ પણ રહી ચુક્યા છે. તસનીમ મીરે ઓગસ્ટમાં બલ્ગેરિયામાં આવેલ પેઝારઝિકમાં યોજાયેલ અન્ડર-19 જુનિયર ઓપન ઇન્ટરનેશનલ ચેમ્પિયનશનિપમાં ચેમ્પિયન બની હતી. તસનીમ મીરે બીજી ક્રમાંકિત રશિયાની મારિયા ગોલુબેવાને 21-10, 21-12થી સીધા સેટમા હાર આપી હતી.

પહેલા તસનીમ મીરે દુબઈમાં 2 ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું તેમજ સમગ્ર દેશનું નામ રોશન કર્યું હતું. તસનીમ મીરે નેશનલ લેવલે 22 વાર ચેમ્પિયન બની ચુકી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે 5 ટાઈટલ મેળવ્યા છે. 11 સપ્ટેમ્બર વર્ષ 2019માં શરુ થયેલ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં તસનીમ મીરે મહિાલ સિંગલ્સ તથા મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તસનીમે રશિયાની ઉપરાંત આની પહેલાં દુબઈ તેમજ નેપાળમાં પણ ટાઈટલ જીત્યું હતું.

ભારતીય ખેલાડીઓએ ઈતિહાસ બદલ્યો, જીત્યા 19 મેડલ:
ટોક્યો પેરાલિમ્પિક્સની પુર્ણાહુતી થઈ ચુકી છે ત્યારે આ વખતે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે 5 ગોલ્ડ સહિત 8 સિલ્વર તથા 6 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ જીત્યા હતા. મેડલ ટેલીમાં ભારત 24માં ક્રમ પર છે. આ ભારતનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન પણ છે.

આની પહેલા ભારતીય ખેલાડીઓએ 11 વાર પેરાલિમ્પિક ગેમ્સમાં પ્રવેશ કર્યો હતો પણ ફક્ત 12 મેડલ જ જીતી શક્યા હતા. જયારે આ વખતે ખેલાડીઓએ ઈતિહાસ બદલી નાખ્યો છે. આ વખતે રેકોર્ડ 54 ખેલાડીઓ ટોક્યોમાં ઉતર્યા હતા. એકંદરે, ભારતને પેરાલિમ્પિક્સમાં 9 ગોલ્ડ, 12 સિલ્વર, 10 બ્રોન્ઝ સહિત કુલ 31 મેડલ મળી ચુક્યા છે.

આ રમતોની શરૂઆત વર્ષ 1960માં થઈ હતી તેમજ ભારતીય ખેલાડીઓ સૌપ્રથમવાર વર્ષ 1968માં તેલ અવીવ પહોંચ્યા હતા. ત્યારપછી ભારતે એક પણ મેડલ જીત્યો ન હતો. વર્ષ 1972માં સૌપ્રથમ વખત મેડલ મેળવ્યો હતો. ત્યારપછી ભારતને પેરાલિમ્પિક ગેમ્સમાં ફક્ત એક જ ગોલ્ડ મળ્યો હતો. જયારે ટોક્યો 2020માં 5 રમતોમાં 19 મેડલ જીત્યા હતા. પુરુષ ખેલાડીઓએ 16 જ્યારે મહિલા ખેલાડીઓએ 3 મેડલ જીત્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *