હૈદરાબાદના સંગારેડ્ડીમાં એક 16 વર્ષની છોકરીએ આવું ખોટું બોલી કે આખો પોલીસ સ્ટાફ તપાસમાં ઘણા દિવસો સુધી ચકરાવે ચડ્યો. પરંતુ જ્યારે હકીકત સામે આવી તો છોકરીનો પરસેવો છૂટી ગયો.
હકીકતમાં ૧૬ વર્ષની એક છોકરીએ ઘરેથી પૈસા ચોરવાની વાતને લઈને પોતાની માતા સાથે ઝઘડો કરી ઘરમાંથી બહાર નીકળી ગઈ હતી.
ઘણા કલાકો સુધી તે ઘરે પાછી આવી નહીં. ઘરવાળા મોડે સુધી તેની શોધખોળ કરતા રહ્યા. પરંતુ છોકરી નો કોઈ પત્તો લાગ્યો નહીં.પછી છોકરી જ્યારે મોડી રાત્રે ઘરે પહોંચી તો તેણે જણાવ્યું કે તેની સાથે ચાર લોકોએ હૈદરાબાદના અમીનપુરમાં ગેંગરેપ કર્યો.
રિપોર્ટ અનુસાર આ ઘટનાથી અવગત થતાં માતા-પિતા છોકરીને સંગારેડ્ડી પોલીસ સ્ટેશન લઇ ગયા. ત્યાં પહોંચી પોલીસવાળાઓને છોકરીએ જણાવ્યું કે હું ઘરેથી ગુસ્સે થઈ નીકળી હતી. રોડ પર એકલી જઈ રહી હતી કે અચાનક એક બાઈક સવાર મારો પીછો કરવા લાગ્યો. મેં તેને એક તમાચો માર્યો તો તે ત્યાંથી ચાલ્યો ગયો. પછી થોડીવાર બાદ બાઇક સવાર પાછો આવ્યો.
છોકરીએ પોલીસને આગળની સ્ટોરી જણાવતા કહ્યું કે મને બાઇક સવાર એવું કહીને બેસાડી લઈ ગયો કે તારા નાહવાના વિડીયો મારી પાસે છે. જો તું મારી સાથે ન આવી તો વિડિયો ઇન્ટરનેટ પર મૂકી દઈશ. આ પછી હું બાઈક પર બેસીને ચાલી ગઈ. પછી આરોપી મને અમીનપુર લઈ ગયો જ્યાં ઝાડીઓમાં લઇ જઇને ચાર લોકોએ મારી સાથે ગેંગરેપ કર્યો.
છોકરી ની ફરિયાદ ઉપર પોલીસે તપાસ શરૂ કરી. આખો પોલીસ સ્ટાફ છોકરીની બતાવેલી સ્ટોરી મુજબ તે વિસ્તારમાં શોધખોળ કરવા લાગ્યો, પરંતુ તેમને કશું જ હાથ લાગ્યું નહીં.આ વચ્ચે પોલીસને શંકા જતા છોકરીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું તો ગેંગરેપની પુષ્ટિ ન થઈ.
પોલીસ સ્ટેશનના એસપી ચંદ્રશેખર રેડ્ડીએ મીડિયાને જણાવ્યું કે પોલીસને છોકરીની વાતો ઉપર શંકા ગઈ.તેણે છોકરીને બોલાવી, જ્યારે કડકાઈથી પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તે પોતાના બોયફ્રેન્ડ સાથે ફરવા ગઈ હતી. ઘરે જતાં મોડું થવાના કારણે તેણે ગેંગરેપની ખોટી વાર્તા રચી.
આ વાત સામે આવ્યા બાદ છોકરીએ પોલીસ પાસે માફી માગી. હાલ પોલીસે છોકરી ને સમજાવી છોડી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.