ગુજરાત(Gujarat): તાપી(Tapi) જિલ્લાના કુકરમુંડા(Kukarmunda) તાલુકાના નિભોરા(Nibhora) ગામના વતની 19 વર્ષના યુવકને ગઈ કાલના રોજ તેમના પિતા દ્વારા પાળેલ ઘોડાને હાઇવે ઉપર ફરાવવા નહી લઇ જવાનું કહેવામાં આવતા પુત્રને મનમાં ખોટું લાગી જવાને કારણે પોતાના ઘરેથી બાઈક લઈને નીકળી ગયો હતો.
હથોડા ગામની સીમમાં આવેલ તાપી નદીના પુલ ઉપર બાઈક મૂકીને પુલ ઉપરથી તાપી નદીમાં છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું, જે યુવકનો મૃતદેહ બે દિવસ પછી જુના આશ્રાવા ગામની સીમમાં તાપી નદીના પાણીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
તાપી નદીના ઉંડા પાણીમાં ઝંપલાવી ભર્યું અંતિમ પગલું:
મળતી માહિતી અનુસાર, કુકરમુંડા તાલુકાના નિભોરા ગામના વતની સંદિપભાઇ પ્રકાશભાઇ પાટીલ (ઉ.વ.19) ગઈ તારીખ 17/07/2022 ના રોજ તેમના પિતા પ્રકાશભાઇ ધર્માભાઈ પાટીલ દ્વારા તેમના પાળેલા ઘોડાને હાઇવે ઉપર ફરવા માટે નહી લઇ જવાનું કહેતા પુત્ર સંદિપભાઇના મનમાં ખોટુ લાગી આવતા પોતાના ઘરેથી મોટર સાઇકલ લઈને નીકળી ગયા હતા અને હથોડા ગામની સીમમાંથી પસાર થઇ રહેલી તાપી નદી ઉપર બનાવેલા પુલ પર મોટરસાઇકલ મૂકીને તાપી નદીમાં છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું.
આશ્રાવા ગામની સીમમાંથી મળી આવ્યો મૃતદેહ:
મળતી માહિતી અનુસાર, જેનો મૃતદેહ કુકરમુંડાના જુના આશ્રાવા ગામની સીમમાંથી પસાર થઇ રહેલી તાપી નદીના કિનારે નદીના પાણીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે મૃત્યુ પામનાર પિતા દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે નિઝર પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.