માત્ર મહિલાઓ જ નહીં પુરૂષો(Men) પણ વાળ ખરવા (Hair loss)ની સમસ્યાથી ખૂબ પીડાય છે. તેઓ કંઈપણ કરીને તેમના વાળનો ગ્રોથ વધારવા માંગે છે અને ખરતા વાળ રોકવાના પ્રયાસો કરતા હોય છે. વાળને મજબૂત બનાવવા મોટે ભાગે લોકો મોંઘા હેર પ્રોડક્ટ (Expensive hair products)નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેનાથી પણ કોઈ ખાસ્સો ફાયદો થતો જાણતો નથી. તાજેતરમાં જ એક વ્યક્તિએ વાળ ખરતા રોકવાની એક ખૂબ જ વિચિત્ર રીત શોધી કાઢી છે. સોશિયલ મીડિયા(Social media) પર પણ લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, નિક કોએત્ઝી નામના એક વ્યક્તિ જે સોશિયલ મીડિયા દ્વારા લોકોને પ્રકૃતિ અને કુદરતી વસ્તુઓની નજીક રહેવાના આઈડિયા આપે છે. ઇન્સ્ટાગ્રામ પર 4 હજારથી વધુ લોકો તેને ફોલો કરે છે અને તે શરીરને સ્વસ્થ રાખવા માટે સૂર્યપ્રકાશના મહત્વ વિશે જણાવે છે. તાજેતરમાં, નિકે સોશિયલ મીડિયા સાઇટ ટિકટોક પર એક વિડિયો શેર કર્યો જેમાં તેણે કહ્યું કે તેણે કેવી રીતે તેના ખરતા વાળ પર કાબુ મેળવ્યો.
View this post on Instagram
6 વર્ષ પહેલાથી શેમ્પૂ લગાવવાનું બંધ કર્યું:
નિકે જણાવ્યું કે લગભગ 6 વર્ષ પહેલા તેના વાળ ઘણા ખરી રહ્યા હતા. તેના વાળની નીચેની ચામડી દેખાવા લાગી હતી અને જ્યારે તે કૉલેજમાં જતો ત્યારે તેણે વધારાના શર્ટ સાથે રાખવા પડતા હતા કારણ કે તેણે પહેરેલા શર્ટ પરના વાળ ચોંટી જતા હતા. પછી તેણે નક્કી કર્યું કે તે તેના વાળમાં શેમ્પૂનો ઉપયોગ નહીં કરે. છેલ્લા 6 વર્ષથી નિકે તેના વાળમાં એક ટીપું પણ શેમ્પૂ નથી લગાવ્યું અને તેના વાળ ચમત્કારિક રીતે વધવા લાગ્યા છે.
વાળનો વિકાસ તેની જાતે:
નિકે વીડિયોમાં કહ્યું કે શેમ્પૂમાં ઘણા બધા કેમિકલ હોય છે જે આપણા વાળને બગાડે છે. આવી સ્થિતિમાં, તેણે શેમ્પૂ જ બંધ કરી દીધું, થોડા દિવસો પછી તેના વાળનો વિકાસ થવા લાગ્યો. હવે તે બધાને એક જ સલાહ આપે છે. તેણે કહ્યું કે તે રોજ માથા પર પાણી નાખે છે પણ વાળમાં શેમ્પૂ નથી લગાવતો. શેમ્પૂ વગર વાળ થોડા દિવસો સુધી શુષ્ક લાગે છે, પરંતુ તેની જાતે જ વાળમાંથી કુદરતી તેલ નીકળવા લાગે છે, જે વાળને મુલાયમ બનાવે છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ નિકને સપોર્ટ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.