હાલમાં સુરતના પુણા વિસ્તારની અયોધ્યા સોસાયટીમાં ચંદૂ હિરપરા નામે એક બાળક રહેતો હતો, જે આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તે 14 વર્ષનો હતો. મંગળવારની રાતે તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવેલ છે. જાણવા મળ્યુ છે કે, બાળકની માતાએ તેને બહાર રમવા જવાની ના પાડી એટલી વાતથી જ બાળકે પોતાનો જીવ લઇ લીધો હતો. બાળકે તેની માની સાડીને ફાંસીનો ફંદો બનાવીને પાઈપથી લટકીને આત્મહત્યા કરી હતી.
પુણા વિસ્તારમાં અયોધ્યા સોસાયટીમાં રહેતો 14 વર્ષનો આ બાળક મંગળવારે રાતે ઘરની બહાર રમતો હતો. આ વાત પર તેની માતાએ તેને ઠપકો આપતા ઘરમાં રહેવા માટે કહ્યું. આટલી નાની વાતથી ચંદૂને એટલું ખોટું લાગ્યું કે, તેણે તરત જ પોતાના રૂમમાં જઈને ગળા ફાંસો ખાઈ લીધો.
ત્યાર બાદ ચંદૂ જ્યારે એક કલાક પછી પણ નીચે ન આવ્યો તો તેની માતાએ રૂમની બારીમાંથી જોયું. બારી માંથી જોતા જ તેની માંનો જીવ અદ્ધર થઇ ગયો અને તેણે જોર થી બુમ પડી તેનો અવાજ સાંભળતા જ આજુ-બાજુમાં રહેતા લોકો આવ્યા અને તેણે બાળકને નીચે ઉતાર્યો. જોકે બાળકને નીચે ઉતાર્યો ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઇ ગયું હતું.
આ વિષે સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના પ્રમુખ ડૉ. કમલેશ દવેએ એવું જણાવ્યું છે કે, કિશોરાવસ્થામાં બાળકોનો ઈગો હાઈ લેવલ પર હોય છે. આ ઉપરાંત તેને નાની-નાની વાતોમાં ઘણું ખોટું પણ લાગી જાય છે અને આવેશમાં આવીને ખોટું પગલું પણ ભરી લેતા હોય છે. માટે માતા-પિતાએ કિશોરાવસ્થા દરમિયાન બાળકોની પસંદ-નાપસંદની ખાસ કાળજી રાખવી જોઈએ અને બાળકોને પ્રેમથી સમજાવવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle