જિંદાદીલ મનુષ્યમાં દરેકને હસાવવાનો એક જ સ્વભાવ હોય છે. તે ઈચ્છતો નથી કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ દુ .ખી રહે. પરંતુ આ દિવસોમાં એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તે જોયા પછી તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં. આ વિડિયોમાં એક ખુશમિજાજી માનવીએ મરણ પછી કબર તરફ જતા માર્ગમાં કંઈક કર્યું હતું કે ત્યાં હાજર તમામ લોકોનાં ચહેરા પર સ્મિત આવ્યું હતું. મૃત્યુ પહેલાં જ, આ વ્યક્તિએ વિચાર્યું હતું કે તે તેના સંબંધીઓ, મિત્રો અને કુટુંબને હસાવતો જશે.
ઉલ્લેખનીય છેકે 62 વર્ષીય શે બ્રેડલીનું 8 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયાના ડબલિનમાં અવસાન થયું હતું. બ્રેડલી ત્રણ વર્ષથી કેન્સરની લડાઈ લડી રહ્યો હતો. તે બ્રેડલી એક જીવંત વ્યક્તિ હતી અને હંમેશા લોકોને હસાવતી હતી. બ્રેડલીની છેલ્લી ઇચ્છા હતી કે તે જાય અને લોકોને હસાવતો જાય જેના માટે તેણે તૈયારી કરી લીધી હતી. બ્રેડલીએ મિત્રો અને પરિવાર સાથે ટીખળ કરવા માટે રેકોર્ડિંગની તૈયારી કરી હતી.
Funeral in dublin yesterday he’s alive pic.twitter.com/j18uFJ5aA4
— Lfcgigiddy1122 (@lfcgigiddy1122) October 13, 2019
શે બ્રેડલીની ટીખળનો વીડિયો તેની પુત્રી એન્ડ્રીઆ બ્રેડલી દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે. એન્ડ્રીએ કહ્યું કે તેના પિતાએ એક વર્ષ અગાઉથી રેકોર્ડિંગ તૈયાર કરી દીધી હતી. આ વાતની જાણ ફક્ત મારા ભાઈ જોનાથન અને તેના ભત્રીજા બેનને જ હતી. એન્ડ્રીઆએ જણાવ્યું હતું કે પિતા ઇચ્છે છે કે તેની અંતિમ વિધિમાં કોઈ રડતું ન હોય. બધા લોકો તેમને ખુશી ખુશીથી વિદાય આપશે. જેના માટે તેમણે આવું કર્યું છે. એન્ડ્રીઆએ તેના પિતા શે બ્રેડલીનો એક ફોટો પણ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.