Hindu doctor murdered in Pakistan: ફરી એકવાર પાકિસ્તાનીઓની નફટાઈ સામે આવી છે. જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનના હૈદરાબાદ(Hyderabad)માં મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે એક હિન્દુ ડૉક્ટરની દર્દનાક હત્યા કરવામાં આવી હતી. 60 વર્ષના ડૉ. ધરમ દેવ રાઠી(Dr. Dharam Dev Rathi) સ્કીન સ્પેશિયાલિસ્ટ હતા. તેની હત્યા તેના ડ્રાઈવર હનીફ લેઘારી દ્વારા કરવામાં અવી હતી અને તે હાલમાં ફરાર છે.
મહત્વનું છે કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તેમના મૃત્યુના થોડા સમય અગાઉ ડૉ. ધરમ દેવે તેમના મિત્રો સાથે હોળીના પર્વની ઉજવણી કરી હતી. આ વાતથી તેનો ડ્રાઇવર હનીફ ગુસ્સે થઇ ગયો હતો અને તેણે ઘરે પાછા ફરતાં ડોક્ટરનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ડો.રાઠી પાકિસ્તાનમાં હૈદરાબાદની સિટીઝન કોલોનીમાં રહેતા હતા. આ ઘટના સમયે તેમનો રસોયો દિલીપ ઠાકુર પણ રસોડામાં હાજર હતો. જોકે, જ્યારે હનીફે ડૉક્ટરની હત્યા કરી ત્યારે તે રૂમમાં નહોતો અને બાદમાં તે રૂમમાં પહોંચ્યો અને પછી પોલીસને ફોન કર્યો હતો.
SSP અમજદ શેખ દ્વારા મીડિયા સાથે વાત કરતા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આરોપી હનીફની શોધ ચાલી રહી છે. કૂકે પોલીસને જણાવતા કહ્યું કે, જ્યારે ડૉ. રાઠી હોળીની ઉજવણી પછી ઘરે પાછા ફર્યા ત્યારે હનીફે તેની સાથે લાંબા સમય સુધી દલીલ કરી હતી.
એક રીપોર્ટ અનુસાર, રાઠીની હત્યા પાછળનું સાચું કારણ હજુ સુધી પણ જાણી શકાયું નથી. પોલીસ તેના ડ્રાઈવર હનીફની શોધખોળ કરી રહી છે. તેની ધરપકડ પછી જ સાચું કારણ બહાર આવી શકશે. હત્યા બાદ કૂક દિલીપ આઘાતમાં છે અને તેને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. હનીફની ધરપકડ કરવા માટે વિશેષ ટીમ પણ બનાવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.