એક તરફ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઝુંબેશ ચલાવી રહ્યા છે. ત્યારે સરકારી કર્મીઓ દ્વારા જ ઉઘરાવવામાં આવતા હપ્તા આ ઝુંબેશ પર કલંક સમાન છે. સરકાર દ્વારા દેશવ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેમ છતાં કેટલાક કર્મચારીઓ ભ્રષ્ટ્રાચાર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આણંદમાં પોલીસ જવાનનો વીડિયો વાયરલ થયો છે. રિક્ષાચાલકો પાસે પૈસા ઉઘરાવતા પોલીસનો વીડિયો વાયરલ થયો છે. ગણેશ ચોકડી પાસે પોલીસની રિક્ષાચાલકો પાસે હપ્તો લેતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આણંદ શહેરની ગણેશ ચોકડી વિસ્તારમાં રીક્ષાચાલકો પાસેથી એક ટ્રાફિક પોલીસ કર્મી નાણાં ઉઘરાવતો હોવાનો વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે આગઉ પણ ગણેશ ચોકડી વિસ્તારમાં પોલીસ કર્મી દ્વારા વાહનચાલકો પાસેથી નાણાં પડાવવામાં આવતા હોવાનો વીડીયો વાયરલ થયો હતો.
આણંદ શહેરની ગણેશ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસનો એક કર્મચારી રીક્ષાચાલકો પાસેથી નાણાં ઉઘરાવતો હોવાનો વીડીયો સોશ્યલ મીડીયામાં ફરતો થયો છે. ઉપરાંત જો કોઈ રીક્ષાચાલક નાણાં ન આપે તો રીક્ષાની ચાવી કાઢી લેતો હોવાનું પણ વીડીયોમાં દ્રશ્યમાન થાય છે. એક રીક્ષાચાલક દ્વારા નાણાં આપવામાં આવતા નાણાં ઓછા પડતા હોય તેમ આ ટ્રાફિક પોલીસ નાણાં લેતો નથી અને બંને વચ્ચે રકઝક થઈ રહી હોવાનું પણ વીડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આણંદ ટ્રાફિક પોલીસના એક કર્મચારીનો આ વીડીયો સોશ્યલ મીડીયામાં ફેલાતા તરહ-તરહ પ્રકારના તર્ક-વિતર્કો નગરજનોમાં ચર્ચાની એરણે ચઢ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરની ગણેશ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસકર્મીઓ દ્વારા વાહનચાલકો પાસેથી નાણાં પડાવવામાં આવી રહ્યા હોવાના વીડીયો વાયરલ થયા હતા ત્યારે આ વીડીયો અંગે જિલ્લા પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લેશે તેને ઉપર સૌની મીટ મંડાઈ છે.
આ પ્રકારની ફરિયાદ પ્રથમ વખત નથી ઉઠી. જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષથી કેટલાક ભ્રષ્ટ પોલીસ જમાદારો અને પોલીસ કોન્સ્ટેબલો હાઇવે ચાર રસ્તા પર ઉભા રહીને રીક્ષા-વાન તથા રેતી ભરેલી ટ્રકોના ચાલકો પાસેથી હપ્તો ઉઘરાવતા હોવાની તથા કેટલાક પોલીસકર્મીઓના ફોલ્ડરિયાઓ ગણેશ ચોકડી વિસ્તારમાં પર ઊભા થઇને વાહનચાલકોને ખોટી રીતે દંડી રહ્યા હોવાની ફરિયાદો ઊઠતી આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.