આજકાલ દરેક લોકોને પેટમાં ગરબડ થતી હોય છે. તો વળી કેટલાક લોકોને ગેસની સમસ્યા હોય છે. કેટલાક લોકોને જમ્યા પછી તરત જ પેટમાં દુખાવો શરૂ થઇ જતો હોય છે. આવા અસહ્ય દુખાવા નો ઉપાય ભાગે જ મળી શકે છે. મોટાભાગે લોકો પેટમાં દુખાવો થાય ત્યારે ડોક્ટર પાસે જતા હોય છે. પરંતુ પેટમાં દુખાવો થાય ત્યારે તમે ઘરેલુ ઉપચારથી પણ પેટના દુખાવાને મટાડી શકો છો. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે પેટમાં થતા દુખાવાને કઈ રીતે દૂર કરવો.
અજમો અને સંચળનું ચુર્ણ ફાકવાથી ગેસ મટે છે.
લીંબુના રસમાં મૂળાનો રસ મેળવી પીવાથી જમ્યા પછી થતો દુખાવો અને ગેસ મટે છે.
ચીકણી સોપારીનો બે આની ભાર ભૂકો મોળા મઠામાં ભેળવી સવારે લેવાથી ગેસ મટે છે.
કોકમનો ઉકાળો કરી, તેમાં થોડું મીઠું નાખી પીવાથી વાયુ અને ગોળો મટે છે.
અજમો અને મીઠું વાટીને ફાકી લેવાથી પેટનો દુખાવો મટે છે.
આદુ અને લીંબુના રસમાં અડધી ચમચી મરીનો પાઉડર નાખી પીવાથી પેટનો દુખાવો મટે છે.
શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુખાવો મટે છે.
ગોળ અને ચુનો ભેગો કરી ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુખાવો મટે છે.
આદુ અને ફુદીનાના રસમાં સિંધવ-મીઠું નાખીને પીવાથી પેટનો દુઃખાવો મટે છે.
તુલસીનો રસ અને આદુનો રસ સરખા ભાગે લઈને સહેજ ગરમ કરી પીવાથી પેટનો દુઃખાવો મટે છે.
જમ્યા પછી ક્યારેક બે ત્રણ કલાક પછી પેટમાં સતત દુખાવો થાય ત્યારે સૂંઠ તલ અને ગોળ સરખા ભાગે લઈ દૂધમાં વાટી સવાર-સાંજ લેવાથી પેટનો દુખાવો મટે છે.
રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી પેટમાં થતો અપચો મટે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news