ભગવાન શ્રીરામે વનવાસ વખતે જ્યાં ચાર માસ પસાર કર્યાં હતાં, ત્યાં બનાવવામાં આવ્યું છે આ પ્રાચીન મંદિર

મહારાષ્ટ્રમાં આવેલ નાગપુરથી અંદાજે 33 કિલોમીટર દૂર ઊંચા પહાડ પર રામટેક નામનું તીર્થ આવેલ છે. જે ભગવાન રામને સમર્પિત છે. આ જગ્યાએ શ્રીરામના વનવાસકાળની સાથે જોડાયેલ છે. એવી માન્યતા રહેલી છે કે, વનવાસ દરમિયાન કુલ 4 માસ સુધી ભગવાન શ્રીરામ આ જગ્યાએ શસ્ત્રજ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હતું. આ તીર્થ વિશે મહર્ષિ વાલ્મીકિએ રામાયણમાં જણાવતાં કહ્યું છે. આની સાથે જ પદ્મ પુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નાના પહાડ પર આ મંદિર બનેલ છે :
આ મંદિર જોવામાં જેટલું ભવ્ય છે કે, એ મંદિરની જગ્યાએ કિલ્લો વધુ દેખાય છે. રામટેકનું આ મંદિર એક નાના પહાડ પર બનાવવામાં આવેલ છે, જેને ગઢ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. રામટેકને સિંદૂર ગિરિ પણ કહેવામાં આવે છે. એની પૂર્વ દિશા બાજુ સુરનદી વહે છે. રામનવમી વખતે અહીં નદી કિનારે મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સામેલ થવા માટે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિરનું નિર્માણ રાજા રઘુ ખોંસલે દ્વારા એક કિલ્લાનાં સ્વરૂપમાં કરવામાં આવ્યું હતું.

રામાયણમાં એનો ઉલ્લેખ થયો છે :
આ જગ્યા વિશે વાલ્મીકિ રામાયણમાં પણ ઉલ્લેખ મળે છે કે, જ્યારે શ્રીરામ તેમજ ભાઈ લક્ષ્મણ તથા પત્ની સીતાની સાથે દંડકારણ્યથી પંચવટી બાજુ આગળ વધી રહ્યા હતાં ત્યારે અચાનક જ વરસાદની ઋતુ આવી ગઇ. એવું કહેવામાં આવે છે કે, વરસાદની ઋતુનાં કુલ 4 માસ એમણે આ જગ્યાએ જ પસાર કર્યાં હતાં.આ જગ્યાએ રહીને એમની મુલાકાત અગસ્ત્ય ઋષિ સાથે થઇ હતી. એમણે જ ભગવાન શ્રીરામને બ્રહ્માસ્ત્ર શસ્ત્ર પ્રદાન કર્યું હતું, જેનાં દ્વારા એમણે રાવણનો વધ કર્યો હતો. આ જગ્યાનું વર્ણન પદ્મપુરાણમાં પણ જોવા મળે છે. એમાં કરવામાં આવેલ ઉલ્લેખની વાત માનવામાં આવે તો શ્રીરામે પત્ની સીતા તથા ભાઈ લક્ષ્મણની સાથે અહીંના તમામ ઋષિઓને ભોજન કરાવ્યું હતું.

કાલિદાસે મેઘદૂત લખી હતી :
મંદિરનું નિર્માણ પથ્થરોથી કરવામાં આવ્યુ છે. આ પથ્થર એકબીજાની સાથે જોડાયેલ નથી પરંતુ એકબીજાની ઉપર રાખવામાં આવ્યાં છે. આ મંદિરની બાજુમાં એક તળાવ આવેલ છે જેની વિશે એવું માનવામાં આવે છે કે, વર્ષભર એમાં પાણીનું સ્તર એકસમાન રહે છે. રામટેક મંદિરના રોડમાં એક બીજી જગ્યાનું વર્ણન મળે છે, જેનો સંબંધ મહાકવિ કાલિદાસની સાથે રહેલો છે. આ જગ્યાને રામગિરિ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ જગ્યાએ કાલિદાસે મેઘદૂતનું લેખન કાર્ય કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *