અત્યારે પણ આનંદીબહેન પટેલનો ગુજરાતના રાજકારણ પર છે આવો દબદબો- આજે પણ…

ગુજરાત રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકેનું બિરુદ મેળવનારા આનંદીબહેન પટેલને અનામત આંદોલન કરાવીને પદ પરથી હટાવાયા હતા. જો, કે તેમણે પણ કોઈની સામે બદલો લેવાની ભાવના દાખવી નહોતી, આથી જ તેઓને રાજયપાલ બનાવવામાં આવ્યાં છે. હાલમાં તેઓ ગુજરાતની સત્તાથી ઘણાં દૂર છે.

પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાલમાં પણ તેમના પર અતૂટ વિશ્વાસ છે. જેને લઈને થોડા સમય પહેલા જ્યારે નેતૃત્વ પરીવર્તન વાતની શરૂઆત થઈ ત્યારે આનંદીબહેનને ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવશે એવી હવા ચાલી હતી. રાજકીય પંડિતોને આવી કોઈ જ શક્યતાઓ દેખાતી નથી. પણ એ હકિકત છે, કે હાલમાં પણ ગુજરાતની મહત્ત્વની રાજકીય બાબતોમાં તેમનો અભિપ્રાય પણ લેવામાં આવે છે.

એમની પાસે વહીવટનો બહોળો અનુભવ હોવાથી આગળનાં સમયમા સંગઠનમાં જે ફેરફાર થવાના છે, તેમાં અને જો ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે, તો પણ તેમનો અભિપ્રાય મહત્વનો બની રહેશે. આનંદીબહેનનુ હજુ પણ વજન છે, એવું જાણીને તેમના સમર્થકો પણ ઉત્સાહીત થયા છે, જ્યારે ઘણાં સિનિયર નેતાઓની ઉંઘ પણ ઉડી ગઈ છે.

પૂર્વ મંત્રી શંકર ચૌધરીને નજીકના ભવિષ્યમાં યોજાનારી વિધાનસભાની તમામ 8 બેઠકોની પેટાચૂંટણીના સંકલનની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. વડાપ્રધાનની સૂચના પછી આ નિર્ણય લેવાયાની ચર્ચા છે. રાજકીય પંડિતોના મત અનુસાર શંકર ચૌધરીની આ નિમણુંક આગામી સમયમાં નવા રાજકીય સમીકરણો ઉભા થશે એવાં સંકેતો આપે છે. ઘણાં તો શંકર ચૌધરીને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવાય એવી સંભાવના પણ વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત મંત્રી મંડળનાં વિસ્તરણમાં પણ આની ઊંડી અસર પડી શકે છે.

સરકારના મંત્રીઓના PA તરીકે ઘણાં અધિકારીઓ 10 વર્ષથી લઈને 25 વર્ષથી ફરજ બજાવી રહયાં છે. આવા અધિકારીઓએ પાવર અને પૈસા બન્નેને ખુબ નજીકથી જોયા હોય છે. તેથી, હવે કેબિનેટ મંત્રી કક્ષાના એક PAએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ટિકિટ મળશે જ એવી આશાએ આ પગારદાર PAએ પોતાના વિશ્વાસુ લોકોને કામે પણ લગાડી દીધા છે, જેમણે PA જે વિસ્તારમાંથી ચૂંટણી લડવા માંગે છે, ત્યાં ફરીને PAનો પ્રચાર-પ્રસારની પણ શરૂઆત કરી દીધાં છે.

PAના આ અગત્યનાં માણસો સ્થાનિક લોકોને તમારા કોઇપણ પ્રકારનાં કામ સરકારમાં અટક્યા હોય તો, તે કરાવી દેવાની લાલચ પણ આપે છે. PAને આગામી વિધાનસભાની ટિકિટ તો મળશે જ પણ તેમને ધારાસભ્ય બન્યા પછી તેમને મંત્રીપદ પણ મળવાનું છે, એ પ્રકારનાં લોબીંગની પણ શરૂઆત થઇ ગઈ છે. આ વાતની જાણ પછી સચિવાલયમાં આ PA એક હાંસીનું પાત્ર બની ગયાં છે.

હાલમાં જ અમદાવાદમાં જિલ્લાના બધાં ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીએ ચૂંટણીનાં સંદર્ભમાં બેઠક યોજી હતી. જેમા ભાજપના શહેર પ્રમુખે CMને ફરીયાદ કરી હતી, કે ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્યોના ફોન પણ નથી ઉપાડતા. તેથી, CM રૂપાણીએ પંચાલને ટકોર કરી, કે તમે ક્યાં કાર્યકરોના ફોન ઉઠાવો છો? કાર્યકરો નાના-મોટા કામ માટે ફોન કરે ત્યારે તમે તેને નકારો છો.

ત્યારપછી CMએ એવી શિખામણ આપીને કહ્યું, કે તમારે ધારાસભ્યોએ પણ અધિકારીઓ સાથે રેપો કેળવવો જોઈએ.  જો, કોઈપણ અધિકારી મીટીંગમા હોઈ કે બીજાં મહત્વના કામમા હોય તો તમારો ફોન જે-તે સમયે ન પણ ઉપાડી શકે . તમારે આ અધિકારીને મેસેજ પણ કરવો જોઈએ. શહેર પ્રમુખને તેમની ભાષા પર કાબુમાં રાખવાનાં સૂચનો પણ આપવામાં આવ્યાં હતાં.

મહિલા PSIએ દુષ્કર્મ જેવા અત્યંત ગંભીર ગુનામાં આરોપી પાસેથી બનેવીને રૂ.20 લાખની લાંચ આંગડિયા દ્વારા આપ્યા.આ ઘટનાની વચ્ચે વર્ષ પહેલાં સુરેન્દ્રનગરના ચકચારી જમીન કૌભાંડમાં સામેલ રાજકોટના જમીન માફિયાઓ પાસેથી જૂનિયર IASએ દક્ષિણ ભારત સ્થિત પોતાની બહેનના બેંક એકાઉન્ટમાં રૂપિયા 30 લાખ નંખાવ્યા હોવાંની ઘટના સચિવાલયમાં ચર્ચાની એરણે છે.

આ કેસમાં GAS કેડરના 2 અધિકારીઓ જેલમાં જઈને આવ્યા છે. છઝ્રમ્ની કાર્યવાહીમાં રૂ.30 લાખની એન્ટ્રી બહાર આવતા આ IASએ CMOથી દિલ્હી સુધીનું પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું. બહેનને પૈસાની જરૂરીયાત હોવાથી રાજકોટના ઓળખીતા પાસેથી ઉછીની રકમ લીધા હોવાનું કાગળ ઉપર પુરવાર કરીને ACBમાં કાર્યવાહી માંડવાળ કરી હતી. લોકડાઉન દરમિયાન પોતાની ઈમેજ બિલ્ડઅપ કરાવવા માટે આ IASએ સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવીને સ્વમેળે એવોર્ડ પણ મેળવ્યો હતો.

અંદાજે અડધી જીંદગી સત્તાના નશા સાથે વિતાવનારા IAS તથા અન્ય ક્લાસ-૧ અધિકારીઓને વય નિવૃત થયા બાદ સત્તા વગર રહેવું સહેજ પણ ગમતું નથી. આથી જ, તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન હંમેશા સરકારની તેમજ મંત્રીઓની ગુડબુકમાં રહીને વ્હાલા થવા માટે મથતા હોય છે, અને મંત્રીઓનાં ખોટા નિર્ણયોમાં પણ કોઈ જ વિરોધ કરતાં હોતાં નથી. ફળસ્વરૂપે આવા અધિકારીઓને નિવૃત્તિ પછી પણ સરકાર દ્વારા તેમને કોન્ટ્રાક્ટને આધારે મલાઇદાર પોસ્ટિંગ પણ આપે છે.

હાલમાં જ નિવૃત થયેલા 4 પ્રમોટી IAS ને સરકારે તુરંત જ મહત્વની જવાબદારી સોંપી છે. જેમાં ખરસાણને અમદાવાદ કોર્પોરેશનમાં, S.K.લાંઘાને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, M.S.પટેલને સુરત મેટ્રો રેલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે અને R.J.માકડીયાને સુરત કોર્પોરેશનમાં OSD તરીકે મુકી દેવામાં આવ્યાં છે. જ્યારે GAS કેડરના V.P.મચ્છરને પણ સુરત કોર્પોરેશનમા OSD તરીકેની જવાબદારી સોંપાઈ છે. આ બધી નિમણૂક 1 વર્ષ માટે જ કરાઈ છે.

કોરોનાની મહામારી અને લોકડાઉનને લીધે સરકારની આર્થિક સ્થિતિ ખુબ જ કફોડી બની ગઈ છે. તમામ ડીપાર્ટમેન્ટમાં વિવિધ યોજનાઓમાં તેમજ ખર્ચમા પણ કાપ મુકવાનો સરકારે આદેશ આપ્યો છે. પણ સમાજ કલ્યાણ ખાતાએ પોતાના બજેટમાં પણ રૂ.200 કરોડનો કાપ મૂક્યો છે. જેમાં, અનુસૂચિત જાતિ માટેની યોજનાઓમાં રૂ.110 કરોડ, OBC માટેની યોજનાઓમાં રૂ.60 કરોડ તેમજ સમાજ સુરક્ષાની યોજના માટે થતાં ખર્ચમાં રૂ.30 કરોડનો કાપ મુકવામાં આવ્યો છે.

આવા સંજોગોમાં છેવાડાના માનવીની વાત કરતા ભાજપમાં જ ‘અનુસૂચિત જાતિ અને OBC સમાજ બન્નેના થઈને કુલ રૂ.170 કરોડથી પણ વધુનો કાપ મુકીને કઈ રીતે આત્મનિર્ભર બનાવાશે?  ‘ આ પ્રશ્ન ઉભો થયો છે. તેટલુ જ નહી IAS તથા બીજાં ટોચના અધિકારીના ઈશારે 2019-2020ના વર્ષની કુલ 170થી પણ વધુ ફાઈલોને દફ્તરે કરી દેવાઈ છે. આ યોજનામાં કાપ મુકાતા જ સૌથી મોટી અસર એ થશે, કે નબળા વર્ગમાંથી આવતા યુવાનોના વિદેશ ભણવા જવા માટેના સ્વપ્ન પર પાણી ફરી શકે છે.

કોરોનાનાં વ્યાપને થતો અટકાવવા માટે સરકારે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું તેમજ મોઢા પર ફરજીયાત માસ્ક પહેરવાનો નિયમ બનાવ્યો છે. દુઃખની વાત તો એ છે, કે નીતિ ઘડનારા લોકો જ તેનું પાલન કરી રહ્યાં નથી. ગાંધીનગરમાં CMનાં બંગલે તેમજ મંત્રીઓની ઓફિસોમાં ઘણીવાર મીટીંગો થતી હોય છે. જેમાં હાજર રહેતા મંત્રીઓ- અધિકારીઓ આ મુદ્દે જરાય પણ ગંભીર થતાં નથી.

હાલમાં એક આવી જ મીટીંગમાં ઘના IAS અધિકારીઓ તેમજ મંત્રીઓએ પણ સોશિયલ ડિસ્ટન્સીંગનાં કાયદાનું પાલન કર્યુ નહોતુ તેમજ માસ્ક પણ પહેર્યા ન હતાં. ઘના અધિકારીઓએ પોતાના મોઢા પર માસ્કને અડધા લટકાવીને રાખ્યા હતા.તેથી, એક સિનિયર IASએ મીટીંગ પછી માસ્ક નહી પહેરનારા IAS અધિકારીઓને ટોકતા કહ્યું હતું, કે જો આપણે જ આ નિયમોનું પાલન નહીં કરીએ તો સમાજમાં તેનો કેવો સંદેશો જશે?

તમારે મીટીંગમાં પણ માસ્ક પહેરવા જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સીંગનાં કાયદાનું પણ પાલન કરવું જોઈએ. જો, કે ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ એ કહેવતની માફક ત્યારબાદની મીટીંગમાં પણ કેટલાંક IAS અધિકારીઓએ માસ્કને અડધા લટકાવીને રાખ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *