તક્ષશિલા અગ્નિકાંડની ગ્રીષ્મા ગજેરા હોય કે પછી પાસોદરા હત્યાકાંડની ગ્રીષ્મા વેકરિયા – ક્યારે મળશે આવી દીકરીઓને ન્યાય

3 વર્ષ પહેલા સુરત સરથાણામાં 24 મે 2019 નો કાળો દિવસ હતો. તક્ષશીલામાં જે બન્યું એ ખુબ જ ભયાવહ હતું. ગણતરીની મિનિટોમાં 22 જણના અવાજ કાયમ માટે શાંત થઈ ગયા! તક્ષશિલામાં ચાલતા ડ્રોંઇંગ કલાસમાં ગ્રીષ્મા ગજેરા ડ્રોઇંગ શીખવા ગઇ હતી. ગ્રીષ્મા ઉભરતી કલાકાર હતી અને રંગો સાથે રમત કરવાનું તેને ખુબ પસંદ હતું. પણ તક્ષશિલાની આગની ઘટનામાં ગ્રીષ્મા હોમાઇ ગઇ અને એક યુવા ચિત્રકારની કારર્કીદી સમાપ્ત થઇ ગઇ.

આજે પણ એ દિવસ નથી ભૂલતો જયારે તક્ષશિલા અગ્નિકાંડ(Takshashila fire)માં 22 માસુમ વિદ્યાર્થીઓ આગમાં હોમાઈ ગયા હતા. તેમની એક એટલે ગ્રીષ્મા ગજેરા(Grishma Gajera) નામની વિદ્યાર્થી તક્ષશિલા આર્કેટમાં ચાલતા ડ્રોઈંગ ક્લાસીસમાં લાગેલી આગમાં હોમાઈ ગઈ હતી. ગ્રિષ્માની યાદો હવે માત્ર ચિત્રોમાં જ સમાયેલી રહી છે. કેનવાસ પર અનેક રંગોથી મનમોહક ચિત્રો બનાવતી ગ્રિષ્માની ચીર વિદાયથી ઘર જાણે બેરંગ બની ગયું. માતાપિતા હંમેશા તેની તસવીરો હાથમાં લઈ તેને યાદ કરતાં રહે છે. અને તસવીરના માધ્યમથી અનુભવ કરે છે કે વ્હાલી દીકરી તેમની નજીક જ છે.દીકરીને ગુમાવવાનું દુઃખ હજુ પણ શમતું નથી. એક વર્ષ થયું છતાં મમતાની આંખો સુકાતી નથી.

તક્ષશિલા અગ્નિકાંડની ગ્રીષ્મા ગજેરા

તક્ષશિલા અગ્નિકાંડ ઘટના સર્જાયા દરમિયાન વિદ્યાર્થીઓના ન્યાયની મોટી મોટી વાતો કરનાર લોકો આજે ક્યાં છે? આખરે દરેક ઘટનાઓની જેમ આ ઘટનાને પણ સમય જતા આખરે ભૂલી જ ગયા ને? આજથી બે વર્ષ પહેલા તારીખ 24 મે 2019ના રોજ સમગ્ર સુરત શહેરથી લઈને દેશભરના લોકોના કાનમાં ગુજેલી ચિચિયારી અને દર્દભરી બુમો આજે દરેક લોકો ભૂલી ગયા છે અને જાણે આવી કોઈ ઘટના સર્જાઈ જ નથી તેમ વર્તી રહ્યા છે.

હજુ પણ બાળકોના વાલીઓ તક્ષશિલા અગ્નિકાંડને ભૂલી શક્યા નથી. ઘણા બાળકોના પરિવારજનોએ દિવાળીના તહેવારની ઉજવણી પણ કરી નથી. બસ તેઓ એક જ રટણ લઇને બેઠા છે કે, આ ઘટનામાં જવાબદાર તમામ અધિકારીઓને સજા થાય તો જ તેમના બાળકોને ન્યાય મળશે. અત્યાર સુધી આ કેસમાં સંડોવાયેલા 14 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ તેમાંથી નવ આરોપીઓને તો જામીન મળી ગયા છે. અને તેઓ પોતાની ફરજ પર હાજર પણ થઈ ગયા છે, જ્યારે પાંચ આરોપીઓ હજી પણ જેલમાં છે.

હજુ તો આ ઘટનામાં ગ્રીષ્મા ગજેરા અને તેની જેવા 22 માસુમ બાળકોને ન્યાય નથી મળ્યો ત્યાં તો 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરા હત્યાકાંડ(Pasodra massacre)માં લુખ્ખા લફંગા ફેનિલ ગોયાણી(Fenil Goyani)એ જાહેરમાં જ ગ્રીષ્મા વેકરિયા(Grishma Vekaria)નું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. આજે યુવક યુવતીના ઘર બહાર પહોંચી જઇ ભારે હોબાળો મચાવ્યો હતો.

યુવતીના મોટા પપ્પા દ્વારા બે દિવસ પહેલા ફરી ઠપકો આપવામાં આવતા યુવક રોષે ભરાઈને ચપ્પુથી હુમલો કર્યો હતો. આ દરમિયાન, યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકો અને પરિવારની સામે ચપ્પુથી ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર ચપ્પુ ફેરવ્યું અને યુવતીના ભાઈ પર પણ ચપ્પુથી હુમલો કર્યો  હતો.

આજરોજ ગ્રીષ્માને અંતિમ સફર દરમ્યાન દુલ્હનની જેમ તૈયાર કરી હતી. જ્યારે અંતિમ વાર પરિવારના સભ્યો ગ્રીષ્મા દીકરીને દુલ્હનના રૂપમાં જોઈ રહ્યા હતા, ત્યારે વાતાવરણમાં ચારે તરફ શોકનો માહોલ છવાયો હતો. માતા ગ્રીષ્માને દુલ્હનના રૂપમાં જોઈને ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. સાથોસાથ ત્યાં હાજર દરેક લોકોની આંખો ભીની થઇ ગઈ હતી. ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. દીકરીની હત્યાની જાણ થતાં જ પિતા તો જમીન પર ઢળી પડ્યા હતા.

મૃતક ગ્રીષ્મા વેકરિયા અને આરોપી ફેનિલ ગોયાણી

આરોપી ફેનીલના પિતાએ આ ઘટના બાદ જણાવ્યું હતું કે, ફેનિલ મારો દિકરો છે, પરંતુ આજે કહું છું કે, અમારો ખોટો સિક્કો છે. તે અમારા કહ્યામાં નથી. તેના વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે વખતે મને જણાવ્યું કે, હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો ન હતો. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો અમને મંજૂર છે. પરંતુ આતો તેના જેવું જ થયું કે, ‘અબ પછતાને સે ક્યાં ફાયદા, જબ ચીડિયા ચુબ ગઈ ખેત’.

સમગ્ર દેશભરમાં ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલ ગોયાણીને જાહેરમાં ફાંસીની સજા આપે તેવી માંગ કરવામાં આવી રહીં છે. ત્યારે હવે એ જ જોવું રહ્યું કે, ગુજરાતમાં ક્યાં સુધી દીકરીઓને આવી ઘટનાનો ભોગ બનતું રહેવું પડશે. 3 વર્ષ પહેલા તક્ષશિલા અગ્નિકાંડની ગ્રીષ્મા ગજેરા હોમાય તો આજે ફરી એકવાર પાસોદરા હત્યાકાંડમાં ગ્રીષ્મા વેકરિયાએ દુનિયાને અલવિદા કહ્યું છે. આજે આપડી સમક્ષ આવી ઘણી માસુમ દીકરીઓના દાખલા જોવા મળી રહય છે. જો આજે આવા લુખાખા લફંગાઓને સરળતાથી અથવા જમીન ઉપર જાહેરમાં રખડતા કરી દેવામાં આવશે તો, કાલે કદાચ તમારી દીકરી સાથે પણ આવી જ ઘટના બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *