જાણો શા માટે લાગ્યા ‘ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે’ ની માંગ સાથેના બેનર

સુરત (Surat) શહેરમાં હત્યાના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં લૂંટ-ચોરી, અપહરણ અને હત્યા જેવા ગુનાઓ વધી રહ્યા છે. હવે સુરત શહેરમાં આવા ગંભીર ગુનાઓ સામાન્ય વાત બની ચુકી છે. છેલ્લા એક અઠવાડિયામાં ચારથી વધારે હત્યા, અને ચોરી-લૂંટની ઘટના સર્જાતા સુરત શહેર ‘ક્રાઈમ સીટી’ બની ગયું છે. લાગી રહ્યું છે કે, આ ગુનાખોરોને કાયદા કે પોલીસનો થોડો પણ ડર રહ્યો નથી.

દિવસેને દિવસે હત્યાના બનાવ વધતા, કોંગ્રેસ દ્વારા ઠેરઠેર રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સાથોસાથ પોસ્ટરમાં માંગ કરવામાં આવી છે કે, ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે. પોસ્ટરમાં લખ્યું છે કે, ‘ભાઉના રાજમાં સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત, ગૃહ મંત્રી રાજીનામું આપે’

સુરત શહેરના પુણા, કાપોદ્રા, સરથાણા અને વરાછા વિસ્તારમાં ઠેરઠેર જગ્યાએ હર્ષ સંઘવી વિરુદ્ધના પોસ્ટર લાગ્યા છે. સાથોસાથ માંગ કરી છે કે, દિવસેને દિવસે વધતી હતી અને લઈને, તંત્ર શું કરી રહ્યું છે? હર્ષ સંઘવી રાજીનામું આપે તેવા પોસ્ટરો લાગતા રાજકારણ ગરમાયું છે.

છેલ્લા એક અઠવાડિયામાં ચારથી વધારે હત્યાના બનાવો નોંધાયા છે. સાથોસાથ સુરતના ઘણા વિસ્તારોમાં ચોરી અને લૂંટના બનાવો પણ નોંધાયા હતાં. હમણાં જ 12 ફેબ્રુઆરીના રોજ, જાહેરમાં જ એક યુવકે યુવતીનું ગળું કાપી દર્દનાક મોત આપ્યું હતું. જેનાથી સમગ્ર સુરતમાં જ નહીં પરંતુ રાજ્યભરમાં હાહાકાર મચી ગયો હતો. આ બનાવો વધતા સામાન્ય જનતા ડરી ડરીને જીવવા મજબુર થઇ છે, ત્યારે આવા લુખ્ખાતાત્વોને પોલીસનો કે કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *