CR પાટીલની કઈ રણનીતિએ ભાજપને અપાવી મોદીકાળ કરતાં પણ મોટી જીત- જાણો શું હતો માસ્ટર પ્લાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં હાલમાં ભાજપને જે મોટી સફળતા મળી છે. તેનો બધો શ્રેય CR પાટીલને જાય છે. ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના માસ્ટર પ્લાનના કારણે આ વખતે ભાજપે મોદીકાળ કરતા પણ મોટી જીત મેળવી છે. આવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણી બાદ નબળી પડેલી ભાજપને વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત અપાવ્યા પછી સી.આર.પાટીલની ફોર્મ્યુલા મીની વિધાનસભા ચૂંટણીની જેમ જોવાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપને તારી ગઈ હતી.

ગુજરાતમાં છ મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે મોટો વિજય નોંધાવ્યો. ત્યારે કોંગ્રેસનું ધોવાણ થયું હતું. કે ગુજરાતના રાજકારણમાં બે નવી પાર્ટીઓનું ખાતુ ખુલી ગયું. જેમાં એક આમ આદમી પાર્ટી અને બીજી ઓવેસીની (AIMIM) છે. તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડીરેક્ટર એમ આઈ ખાન કહે છે કે, ગુજરાતમાં ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપનો દેખાવ ઘણો નબળો હતો. ભાજપને વિધાનસભાની 99 બેઠકો મળી હતી ત્યાર બાદ ભાજપને બેઠું કરવા માટે ત્રણ વર્ષમાં કોંગ્રેસના સક્ષમ ધારાસભ્યો અને નેતાઓને ભાજપમાં લવાયા પરંતુ 2019 માં છ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ બે બેઠક પર જીત્યા.

ભાજપ ની છાપ સુધારવાની જરૂર હતી આ સંજોગોમાં તેનો ગઢ ગણાતા ગુજરાતમાં બીજીવાર સૌરાષ્ટ્રના ન હોય એવા દક્ષિણ ગુજરાતના નેતાને સુકાન આપવાનું પસંદ કર્યું. ખાન કહે છે કે પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ બનાવાયા ક્યારે કોરોના કાળ હતો. તો ગુજરાતમાં કોરોના મહામારી તેના ચરમ પર હતી. ભાજપની સરકાર સામે પરપ્રાંતિયોની હિજરત અને કામ ધંધા પર પડેલી અસરો જેવા ચિંતા ના વિષયો હતા. આ સમયે પાટીલે પોતાની રણનીતિ ઊભી કરી. ઘરમાં બેઠેલા ભાજપના કાર્યકરોને બહાર કાઢવા માટે પેજ સમિતિ અને પેજ પ્રમુખો બનાવ્યા.

જેમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓને આવરી લીધા હતા. જેથી કાર્યકર્તાઓની પણ એક જવાબદારી બની ગઈ. જાણીતા રાજકીય વિશ્લેષક વજુભાઈ પરસાણા કહે છે કે, પાટીલ મરાઠી હોવા છતાં અને પ્રદેશ પ્રમુખ બનાવવાનો મુખ્ય કારણ એ હતું કે, પાટીલે પોતાની લોકસભાની ચૂંટણીમાં પેજ કમિટી અને પેજ પ્રમુખો બનાવી જંગી બહુમતી મેળવી હતી. અને આ સ્ટ્રેટેજીનો ઉપયોગ તેમણે નરેન્દ્ર મોદીના ચૂંટણી વિસ્તાર વારાણસીમાં પણ કર્યો હતો. તેઓ આમાં સફળ પણ થયા હતા. તેઓ આગળ કહે છે કે, પેજ કમિટીમાં જે સભ્યો બનાવ્યા એમને ઓળખ પત્ર આપવામાં આવ્યા, જેના કારણે કાર્યકરોને લાગ્યું કે તેઓ મહત્વપૂર્ણ છે. ચૂંટણીમાં એ માત્ર ૩૦ મતદાતાઓને સંભાળવાની જવાબદારી આપવામાં આવી હતી.

કોર્પોરેટરો અને ધારાસભ્યોને એ પેજ સમિતિના પ્રમુખ બનાવ્યા જેથી એમની જવાબદારી હેઠળ આવતા લોકોની સમસ્યાનો ઝડપી નિકાલ થાય અને કાર્યકર્તાઓ પણ સક્રિય થાય એટલે ભાજપ તરફ સમર્પિત મતદાતાઓને મતદાન કરાવી શકે. ભાજપ હંમેશાથી કઈક અલગ રીતે જ પોતાની છાપ રજૂ કરતી આવી છે. ભાજપના નેતાઓ જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શામેલ છે. કોંગ્રેસમાં વંશવાદ અને અમુક નેતાઓના હાથમાં પાર્ટીની સત્તા સીમિત થઈ જવાના આરોપ લગાવતા આવ્યા છે. વિશ્લેષકો માને છે કે, પાર્ટીની ચૂંટણીમાં તેનો ફાયદો પણ મળ્યો છે.

બીજું મહત્વનું પાસું ભાજપ માટે રહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ ચહેરો ન હતો. અને કોંગ્રેસ ની છબી ત્રણ વર્ષમાં એવી થઈ ગઈ હતી કે મતદારો જો કોંગ્રેસને મત આપે તો કોંગ્રેસનો નાતા ચૂંટાઈને ભાજપમાં જતો રહે છે અને મતદારનો વોટ ભાજપમાં જતો રહે છે. આ કારણે કોંગ્રેસનો પરંપરાગત વોટર બહાર ના આવ્યો. આવી ઘણી ચાલ ચાલીને CR પાટીલે રાજ્યમાં સૌથી મોટી જીત મેળવી છે અને કોંગ્રેસને દિવસે તારા બતાવી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *