સેલ્ફીનો ક્રેઝ બન્યો જીવલેણ- અમદાવાદ રિવરફ્રન્ટ પર સેલ્ફી લેવા જતા પત્નીની નજર સામે જ પતિ પાણીમાં ડૂબ્યો

A young man died while taking a selfie: સેલ્ફીનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને ઘણીવાર જીવ પણ ગુમાવે છે.ત્યારે સેલ્ફી પડાવવાના ચક્કરમાં એક યુવક સાબરમતી રિવરફ્રન્ટ પર પોતાની પત્નીની નજર સામેજ પાણીમાં ડૂબી જતાં તેમનું મોત( A young man died while taking a selfie ) નિપજ્યુ હતું.ત્યારે યુવકના અણધાર્યા મોતના પગલે તેનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

પત્નીની નજરની સામે જ પતિનું મોત નીપજ્યું
અમદાવાદના ઘોડાસરમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં 29 વર્ષીય યશ વિનોદભાઇ કંસારા પોતાના પરિવાર સાથે રહેતો હતો.અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.ત્યારે સોમવારના દિવસે યશ પોતાની પત્ની સાથે ફરવા માટે ઘરેથી નીકળ્યા હતા અને રિવરફ્રન્ટ ખાતે આવ્યા હતા.ત્યારે વોકવેના ભાગે રેલિંગ પાસે યશ ફોટા પડાવતો હતો ત્યારે તેનો પગ લપસી જતા નદીમાં પડી ગયો હતો.જે બાદ તેની પત્નીએ બુમાબુમ કરતા રેસ્ક્યુ બોટ અને ફાયર બ્રિગેડની ટીમે યશને નદીમાંથી બહાર કાઢ્યો પરંતુ તેનું મોત નીપજ્યું હતું.. મહત્વનું છે કે યશ પોતાની પત્ની પાસે છેલ્લો ફોટો પડાવવાનું કહ્યું અને તે રેલિંગ પર બેઠો હતો. પત્ની ફોટો પાડે તે પહેલાં તેની આંખોની સામે તે નદીમાં પડી ગયો હતો. જ્યારે યશનો મોબાઈલ તેની પત્નીના હાથમાં રહી ગયો હતો. ફોટો અને સેલ્ફીના ક્રેઝમાં આવી અનેક ઘટનાઓ બની છે.જેથી પોલીસે લોકોને આવું જોખમ નહિ લેવાની અપીલ કરી છે.ત્યારે આ અંગે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

સેલ્ફી અને રીલની ઘેલછામાં મોતને ભેટે છે
આ અંગે ફાયરબ્રિગેડના કર્મચારીએ જણાવ્યું હતું કે રિવરફ્રન્ટ વોક વે પર રેલીંગ પાસે બેસીને રીલ બનાવતા કે સેલ્ફી લેતા સમયે અનેક વાર પાણીમાં પડી જતા મૃત્યુ થવાના અનેક બનાવો બનાવો છે. જેથી રેલીંગથી દુર રહીને ફોટા પાડવા અનેકવાર અનુરોધ કરવામાં આવે છે પરંતુ લોકો સેલ્ફી અને રીલની ઘેલછામાં આવી વગર વિચાર્યા પગલા લે છે અને મોતને ભેટે છે.

હજી 8 મહિના પહેલા જ થયા હતા યશના લગ્ન
મૃતક યશ કંસારા ઘોડાસરમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા હતા 29 વર્ષીય યશ વિનોદભાઇ કંસારા 8 માસ પહેલા જ અમદાવાદ માં લગ્ન કરી સ્થાઈ થયા હતા.ત્યારે યુવકના મોતના પગલે તેનો પરિવાર શોકમગ્ન થયો છે.

લોકોનું ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવુ પણ જોખમી
સાબરમતિ રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે. કોઇ બનાવ ન બને તે માટે અહીં સિક્યોરિટી ગાર્ડ પણ મૂકાયેલા હોય છે. જો કે ગાર્ડ માત્ર પાર્કિંગ વ્યવસ્થા સાચવીને આરામ ફરમાવતા હોય છે. અનેક લોકો વોકવે પાસે જોખમી રીતે ફોટોગ્રાફી અને ઇન્સ્ટાગ્રામ રિલ બનાવતા હોવા છતાંય ગાર્ડ તરફથી કોઇને રોકવામાં આવતા નથી.વોક વે પર અનેક જોખમી સ્પોટ સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતાની વચ્ચે અનેક એવા સ્પોટ છે જે જોખમી છે. નદીમાં કૂદીને આપઘાત કરવાના અનેક કેસમાં મોટાભાગે આપઘાત કરનારાઓએ વોકવે પરથી કૂદીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. વોકવે પર બેઠકની પાછળ બનાવેલી રેલિંગ નીચી હોવાથી તે જોખમી હોવાનું લોકો માને છે. સાથે જ અહીં જે પગથિયા બનાવાયા છે ત્યાં ગેટ હોવા છતાંય લોકો તેને ઓળંગીને ત્યાં બેસતા હોય છે અને ત્યાં ફોટોગ્રાફી કરતા હોવાથી આવા અનેક જોખમી સ્પોટ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *