ઓનલાઈન અભ્યાસ સંપૂર્ણપણે મોબાઈલ પર આધારિત હોવાને કારણે બાળકોને મોબાઈલમાં વ્યસ્ત રહેવાની આદત પડી ગઈ છે ત્યારે હાલમાં રાજ્યમાં આવેલ વડોદરા શહેરમાંથી એક ખુબ આશ્વર્યજનક સમાચાર સામે આવી રહ્યાં છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ ભાદરવા ગામમાં ધોરણ 10ના વિદ્યાર્થી તથા ધોરણ 9ની વિદ્યાર્થિની વચ્ચે ઓનલાઈન અભ્યાસ વખતે પ્રેમ થયો હતો.
ત્યારપછી સગીર પ્રેમી-પંખીડા લગ્ન કરવા માટેના ઇરાદાથી ભાગી જતા હોબાળો મચી ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયા પહેલાં જ વડોદરા પાસે આવેલ એક ગામના ફરાર થઇ ગયેલ સગીર પ્રેમી-પંખીડા હજુ પોલીસને મળ્યા નથી. પરિવાર દ્વારા પોતાના સંતાનોને કુમળીવયે આપી દેવામાં આવતા મોબાઇલ ભયજનક સાબિત થઇ રહ્યા છે.
પરિવારજનોને પ્રેમ પ્રકરણ અંગે જાણ થતાં પ્રતિબંધ લગાવી દીધા હતા :
ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલ એક ગામમાં ધોરણ 10માં અભ્યાસ કરતો તેમજ તેના જ ફળીયામાં રહેતી ધોરણ 9માં અભ્યાસ કરે છે. બંને સગીર એક જ ફળિયામાં રહેતા હોવાથી તેમજ એકસાથે અભ્યાસ કરતા હોવાને કારણે એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
મોબઇલમાં ઓનલાઇન અભ્યાસની સાથે જ બંને સોશિયલ સાઇટ પર પ્રેમની વાતો કરી રહ્યાં હતા પણ સ્કૂલો બંધ હોવાને કારણે દરરોજ મળી શકતા ન હતા. રાહુલ તેમજ રેખાનું પ્રેમ પ્રકરણ ફળીયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યુ હતું. એ તો ઠીક પરંતુ તેઓના પ્રેમ પ્રકરણની વાતો બંનેના પરિવાર સુધી પણ પહોંચી ગઇ હતી. જેને કારણે પરિવારજનોએ પણ કેટલાક પ્રતિબંધ લગાવ્યા હતા.
પ્રેમી-પંખીડાઓ પ્લાન બનાવીને ભાગી છૂટ્યા :
છેલ્લા થોડા સમયથી પ્રેમમાં પાગલ રાહુલ અને રેખા પર લાગેલ પ્રતિબંધ પછી બંને માટે મળવું તેમજ મોબાઈલ પર વાતચીત કરવી ખુબ મુશ્કેલ બની ગઇ હતી. આ દરમિયાન બંનેએ ફરાર થઈ જવાનો પ્લાન કર્યો હતો. 4 જાન્યુઆરીએ રાહુલ તથા રેખા પરિવારને જાણ કર્યા વગર જ પૂર્વ આયોજન મુજબ ભાગી ગયા હતા.
રાહુલ અને રેખા ભાગી થઇ ગયા હોવાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરી જતા ચકચાર મચી ગઇ હતી. બીજી તરફ ફરાર થઇ ગયેલ રાહુલ અને રેખાની બંનેના પરિવારજનોએ તપાસ કરવામાં આવી હતી એમ છતાં તેઓ મળી આવ્યા ન હતા. હાલમાં પણ તપાસ ચાલી રહી છે.
પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી :
આ દરમિયાન રેખાના પરિવારજનો દ્વારા ભાદરવા પોલીસ મથકમાં રાહુલ લગ્ન કરવા માટેના ઇરાદાથી સગીર રેખાનું અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદને આધારે ગુનો નોંધીને ભાગી ગયેલ સગીર પ્રેમી-પંખીડા રાહુલ તથા રેખા કોઇ અજુગતુ પગલું ભરી લે તેની પહેલાં શોધી લાવવા માટેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle