પહેલા સન્માન આપ્યું અને હવે અમેરિકાએ આ રીતે કર્યું પ્રધાનમંત્રી મોદીનું ઘોર અપમાન- જાણો અહીં

કોરોનાવાયરસ મહાસંકટ વચ્ચે જ્યારે અમેરિકાને hydroxychloroquine દવાની જરૂર હતી, ત્યારે ભારત પાસે મદદનો હાથ લંબાવ્યો હતો. જ્યારે પ્રધાનમંત્રી મોદીએ આ મદદ કરી દીધી ત્યારબાદ તેને return gift માં અમેરિકી white house દ્વારા સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભારતના છ ટ્વિટર હેન્ડલને ફોલો કર્યા હતા. પરંતુ હવે થોડા દિવસ બાદ White House એ આ તમામ ટ્વિટર હેન્ડલને અનફોલો કરી દીધા છે.

ભારતે જ્યારે અમેરિકાને કોરોનાવાયરસ ની લડાઈ માટે hydroxychloroquine દવા આપવાનો નિર્ણય કર્યો હતો, ત્યારબાદ ૧૦ એપ્રિલે વ્હાઈટ હાઉસ દ્વારા ભારતના છ એકાઉન્ટને ફોલો કરવામાં આવ્યા હતા અને સન્માન કરવામાં આવ્યું હતું. તે સમયે ભારતભરના ભાજપ કાર્યકર્તાઓ અમેરિકાના આ સન્માનને મોટી સિદ્ધિ ગણાવતા હતા. પરંતુ જ્યારે હવે મદદની જરૂર નથી રહેતી, ત્યારે અમેરિકાએ ફોલો કરવાનું બંધ કરી દીધું છે. તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અપમાન જ કહી શકાય.

ઉલ્લેખનીય છે કે અમેરિકી white house માત્ર 13 એકાઉન્ટને જ ફોલો કરે છે. અને તેઓ કોઇ વિદેશી એકાઉન્ટને ફોલો કરતા નથી. અમેરિકા સહિત ઘણા દેશોને ભારતે આ દવા મોકલી હતી. અમેરિકાના મીડિયા અહેવાલો અનુસાર તેઓને ભારતે આપેલી hydroxychloroquine દવાથી કોરોના સામેની લડાઈમાં કોઈ ફાયદો થયો નથી.

જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ જ અમેરિકાના એક વિભાગ દ્વારા ભારતમાં અલ્પસંખ્યકોં ની ધાર્મિક સ્વતંત્રતા પર ચિંતા વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *