ઈન્દોર (Indore)ના કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલય (Kamala Nehru Zoo)માં રવિવારે વાઘ (tiger)ની સંખ્યામાં વધારો થયો છે. વાઘણ રાગિણીએ ત્રણ બચ્ચા (cubs)ને જન્મ આપ્યો છે. આમાં એક સફેદ બચ્ચાને કાળી પટ્ટીઓ અને બીજા બે બચ્ચા પર પીળી અને કાળી પટ્ટીઓ છે. પ્રાણી સંગ્રહાલયમાં વાઘની સંખ્યા હવે વધીને 15 થઈ ગઈ છે. જેમાંથી હાલ 7 બચ્ચા છે, જ્યારે 8 યુવાન થઈ ગયા છે.
પ્રાણી સંગ્રહાલયના પ્રભારી ડૉ. ઉત્તમ યાદવે જણાવ્યું કે, એક વર્ષ પહેલા એપ્રિલ 2021માં નંદન કાનન વ્હાઇટ ટાઇગર રાગિણી અને બ્લેક ટાઇગરને ઓડિશાથી ઇન્દોર લાવવામાં આવ્યો હતો. જે બાદ રાગિણી અને બ્લેક ટાઈગરને સાથે રાખવામાં આવી રહ્યા હતા જેથી ટાઈગરનો પરિવાર આગળ વધી શકે. પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘની સંખ્યા બે થઈ ગઈ છે.
ઈન્દોર : ઈન્દોર પ્રાણી સંગ્રહાલયમાં વાઘનો પરિવાર વધ્યો –
સફેદ વાઘણ રાગિણીએ 3 બચ્ચાને જન્મ આપ્યો#indor #tiger #trishulnews pic.twitter.com/4jtEYZ9Bav— Trishul News (@TrishulNews) July 25, 2022
2013 થી 2021 સુધી સફેદ વાઘ નહોતો:
પ્રાણીસંગ્રહાલયના પ્રભારી ડો. ઉત્તમ યાદવે જણાવ્યું કે, પ્રાણીસંગ્રહાલયને સફેદ વાઘ લાવવા માટે વિશેષ પ્રયાસો કરવાના હતા. પ્રાણી સંગ્રહાલયમાં 2013 થી સફેદ વાઘ નહોતા. આ પછી, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની પરવાનગીથી 2021માં નંદન કાનન ઝૂલોજિકલ પાર્કમાંથી સફેદ વાઘ મળી આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ વર્ષે એપ્રિલમાં અન્ય એક વાઘણ જમનાએ પણ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો.
ઇન્દોરના પ્રાણી સંગ્રહાલયમાં ત્રણ રંગીન વાઘ:
પ્રાણી સંગ્રહાલયના ક્યુરેટર નિહાર પારુલકરે જણાવ્યું કે, રાગિણીને જન્મેલા બંને બાળકો પર નજર રાખવામાં આવી રહી છે. કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું છે જેથી તે કોઈપણ રીતે અસ્વસ્થતા અનુભવે નહીં. ઇન્દોર રાજ્યનું એક એવું પ્રાણી સંગ્રહાલય છે જ્યાં પીળા, સફેદ અને કાળા ત્રણ રંગના વાઘ જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.