કેમેરામાં કેદ થયા ભયાવહ દ્રશ્યો- નશામાં ધુત છોકરી હાઈવે પર ચલાવતી હતી કાર અને અચાનક જે થયું… જુઓ વિડીયો

હિમાચલ(Himachal)ના સોલન(solan) જિલ્લાના જબાલી પાસે કાર અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચંદીગઢ(Chandigarh) ની એક કાર નિયંત્રણ બહાર જતી જોવા મળી રહી છે. આ કાર ચંદીગઢ-શિમલા હાઈવે(Chandigarh-Shimla Highway) પર ચાલતી હતી. કારમાં ડ્રાઇવર સાથેનો દરવાજો ખુલ્લો હતો અને દરવાજાની બહારથી એક યુવક લટકતો હતો. પાછળથી આવતી કાર ચાલકે આ ઘટના પોતાના કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી.

તે જ સમયે, થોડીવાર ચાલ્યા પછી અચાનક કાર ચલાવતી યુવતીએ પણ કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર રસ્તામાં ડિવાઈડર ઓળંગીને બીજા રસ્તા પર પહોંચી હતી. બીજા રોડ પર પહોંચતા જ યુવક કારમાંથી નીચે પડી ગયો હતો. સદનસીબે સામેથી કોઈ મોટું વાહન આવતું ન હતું. અન્યથા યુવક તે વાહનની નીચે આવી શક્યો હોત. અને મોટી દુર્ઘટના સર્જાય શકી હોત.

આ ઘટના પણ મોટી દુર્ઘટના બની શકે તેમ હતી. કારણ કે જેવી કાર ડિવાઈડર ક્રોસ કરીને બીજા રસ્તા પર પહોંચી કે ત્યાં લગાવેલા પૈંરાફિટ સાથે ટકરાઈ. જો આ પૈંરાફિટ ન હોત તો આ કાર ઉંડી ખીણમાં પડી જાય તેમ હતી.

મળતી માહિતી અનુસાર, કહેવામાં આવી રહ્યું છે કે કારમાં 2 યુવતીઓ અને એક યુવક હતો. ઘટનાની જાણ થતાં જ ત્યાંથી પસાર થતા વાહનોએ મદદ કરી યુવકને રસ્તા પરથી ઉપાડી લીધો હતો. આ ત્રણેય યુવક અને યુવતીઓ ભારે નશામાં હોવાનું જણાય છે. હાલ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *