જો WHOની આ ચેતવણીને અવગણી તો દરેક ઘર બની જશે સ્મશાન- કોરોનાથી ભગવાન પણ નહિ બચાવી શકે

હાલમાં કોરોના વાઈરસના કારણે સમગ્ર દુનિયા તેની સામે ઝઝૂમી રહી છે. હાલમાં કોરોનાના કેસ ઝડપથી સામે આવી રહ્યા છે. જેના પર લગામ કસવી લગભગ અશક્ય જોવા મળી રહી છે. WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) ને લખેલા પત્રમાં 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, કોરોના એ એક એયાર્બોન વાયરસ છે, જે હવામાં પણ ફેલાય છે. વૈજ્ઞાનિકોએ કેટલાક પુરાવાઓ પર પણ પ્રકાશ પાડ્યો છે જે દર્શાવે છે કે વાયરસના નાના નાના કણો હવામાં રહીને લોકોને ચેપ લગાડે છે. ડબ્લ્યુએચઓએ પણ આ અહેવાલને તથ્યોના આધારે સ્વીકાર્યો છે. WHOએ પણ આખરે મંગળવારે સ્વીકાર્યું કે એ વાતથી ઈન્કાર ન કરી શકાય કે કોરોના વાયરસનો ચેપ હવા દ્વારા ફેલાતો નથી.

આ પહેલા WHO એ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ હવા દ્વારા ફેલાતો નથી. પરંતુ હવે WHO આ વાતના નક્કર પુરાવાની ચકાસણી કર્યા બાદ હવે તેણે આ અંગે એક નિવેદનમાં કહ્યું કે એ વાતથી ઈન્કાર કરી શકાય નહીં કે કોરોના વાયરસનો ચેપ હવા દ્વારા ફેલાતો નથી. તેનો અર્થ એ થયો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ હવે લગભગ સ્વીકાર્યું છે કે કોરોના વાયરસનો ચેપ હવા દ્વારા પણ ફેલાઈ શકે છે. WHOમાં કોવિડ-19 મહામારી સંબંધિત ટેક્નિકલ લીડ ડોક્ટર મારિયા વા કેરખોવે એક ન્યૂઝ બ્રિફિંગમાં કહ્યું કે ‘અમે હવા દ્વારા કોરોના વાયરસ ફેલાવવાની આશંકા પર વાત કરી રહ્યા છીએ. ‘

આ અભ્યાસનું સંશોધન પત્ર આગામી સપ્તાહે ‘સાયન્ટિફિક જર્નલ’માં પ્રકાશિત થવાની સંભાવના છે. આ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગંઠનની બેનેદેત્તા આલ્લેગ્રાંઝીએ કહ્યું કે ‘કોરોના વાયરસના હવાના માધ્યમથી ફેલાવવાના પુરાવા તો મળી રહ્યાં છે પરંતુ હજુ તે પાક્કા પાયે ન કહી શકાય. તેમણે કહ્યું કે ‘જાહેર જગ્યાઓ પર ખાસ કરીને ભીડભાડવાળી, ઓછી હવાવાળી, અને બંધ જગ્યાઓ પર હવા દ્વારા વાયરસ ફેલાવવાની આશંકાથી ઈન્કાર કરી શકાય નહીં. જો કે આ  પુરાવાને ભેગા કરવાની અને સમજવાની જરૂર છે. અમે આ કામ ચાલુ રાખીશું.’

આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સતત કહી રહ્યું હતું કે કોરોના વાયરસ મુખ્યત્વે સંક્રમિત વ્યક્તિના નાક અને મોઢામાંથી નીકળેલા સુક્ષ્મ ટીપાના માધ્યમથી ફેલાય છે. WHOએ એમ પણ કહી રહ્યું છે કે લોકોમાં ઓછામાં ઓછું 3.3 ફૂટનું અંતર હોય તો કોરોના વાયરસના ચેપની રોકથામ શક્ય છે. પરંતુ હવે જો હવા દ્વારા વાયરસ ફેલાવવાની વાત સંપૂર્ણ રીતે સાબિત થાય તો 3.3 ફૂટનું અંતર અને ફિઝિકલ ડિસ્ટન્સિંગના નિયમોમાં પણ ફેરફાર કરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *