કુંતીના પુત્ર ભીમ પાસે હજારો હાથીઓની શક્તિ કેવી રીતે આવી? હાલમાં આ પ્રશ્ન એકદમ રસપ્રદ અને રહસ્યમય લાગી રહ્યો છે. પણ સત્ય એ છે કે ભીમ પાસે હજારો હાથીઓની તાકાત હતી. આના પુરાવા આપણને મહાભારતમાં મળે છે. હકીકતમાં, હજારો હાથીઓનું બળ ભીમને આર્યક નાગ દ્વારા આપવામાં આવ્યું હતું, જે તેમના દાદાના દાદા હતા.
ભીમના પિતાનું નામ પાંડુ અને માતાનું નામ કુંતી હતું. તેમના મોટા ભાઈઓ ધર્મરાજા યુધિષ્ઠિર, અર્જુન, નકુલ અને સહદેવ હતા. ભીમ પાસે હજાર હાથીઓનું બળ હતું. મહાભારત અનુસાર, જ્યારે પાંડવોનો જન્મ થયો હતો. ત્યારે પાંડુનું મૃત્યુ થોડા દિવસો પછી થયું હતું. તે સમયે પાંડુ તેની પત્ની કુંતી અને માદ્રી સાથે જંગલમાં રહેતા હતા.
જ્યારે પાંડુના મૃત્યુના સમાચાર તેના ભાઈ ધૃતરાષ્ટ્રને મળ્યા. ત્યારે તેણે કુંતી, માદ્રી અને તેમના પાંચ પુત્રોને હસ્તિનાપુર આવવાનું આમંત્રણ મોકલ્યું. બધા હસ્તિનાપુરમાં રહેવા લાગ્યા. ધૃતરાષ્ટ્રને 99 પુત્રો અને એક પુત્રી હતી, અને પાંડવોને માત્ર પાંચ જ હતા. દુર્યોધન ધૃતરાષ્ટ્રનો સૌથી મોટો પુત્ર હતો. નાનપણથી જ તેની પાંડવો પ્રત્યે દુર્ભાવના હતી.
એક સમયે દુર્યોધન અને પાંડવો બધા ગંગા કિનારે રમતા હતા. રમ્યા બાદ ભોજન માટે આમંત્રિત કર્યા બાદ દુર્યોધને ભીમના ભોજનમાં ઝેર ભેળવી દીધું. ભીમ જમ્યા પછી તરત જ બેભાન થઈ ગયો. ત્યારબાદ દુર્યોધને તેના ભાઈ દુશાસનની મદદથી દુર્યોધનને ગંગામાં ડુબાડી દીધા.
ભીમના બીજા ભાઈઓ આ વાતથી અજાણ હતા. ભીમ ગંગામાં ડૂબીને નાગલોક પહોંચી ગયા. નાગલોકમાં જ્યારે ભીમને સાપે ડંખ માર્યો ત્યારે ભીમના શરીરમાં રહેલા ઝેરની અસર ઓછી થઈ ગઈ. સાપ ભીમને મારવા માંગતા હતા પણ ભીમ જીવતો થઈ ગયો.
તમામ સાપ, નાગરાજ વાસુકી પાસે પહોંચ્યા અને તેમને સમગ્ર બાબતથી વાકેફ કર્યા. વાસુકી ભીમ પાસે ગયો. આર્યક નાગ પણ તેમની સાથે હતા. વાસ્તવમાં આર્યક નાગ ભીમના મામાના દાદા હતા. તેણે ભીમ સાથે પોતાનો પરિચય કરાવ્યો. તેમણે ભીમને વિશેષ રસ આપ્યો જે હજારો હાથીઓની તાકાત ધરાવે છે. ભીમે તેને પીધું અને દિવ્ય પથારી પર આરામ કરવાનું શરૂ કર્યું.
બીજી બાજુ, જ્યારે બધા રાજકુમારો રમત પછી હસ્તિનાપુર પહોંચ્યા ત્યારે ભીમ તેમની વચ્ચે નહોતો. વિદુર ચિંતિત થઈ ગયો અને ભીમને શોધવા લાગ્યો. તેઓ જાણતા ન હતા કે, ભીમ નાગલોકમાં દિવ્ય શય્યા પર આરામ કરી રહ્યા છે.
જ્યારે નાગલોકમાં હાજર ભીમનું બધું જ ઝેર આઠમા દિવસે પચ્યો ત્યારે સર્પોએ ભીમને ગંગા કિનારે છોડી દીધો. અને આ રીતે ભીમ સલામત રીતે હસ્તિનાપુર પહોંચ્યો પરંતુ તેમાં હજારો હાથીઓનું બળ કાયમ હાજર હતું. હસ્તિનાપુર પહોંચ્યા પછી, ભીને દુર્યોધનને ઝેર અને સર્પો વિશે હજાર હાથીઓની શક્તિ વિશે જણાવ્યું. પરંતુ પાંડવોએ તેને ગુપ્ત રાખ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.