ગુજરાત કોંગ્રેસ નો મોટો ચહેરો જયરાજસિંહ પરમાર Jayrajsinh Parmar will join BJP હવે કેસરિયા કરવા થનગનાટ કરી રહ્યા છે ત્યારે ત્રિશુલ ન્યૂઝ પાસે આવેલી માહિતી અનુસાર કોંગ્રેસ છોડતા પહેલા ભાજપમાં જવા માટેની લાઈન કોણે કરી તે બહાર આવ્યું છે. જયરાજસિંહ પરમાર કોંગ્રેસના ફાયરબ્રાન્ડ પ્રવક્તા માનવામાં આવી રહ્યા હતા. પરંતું હવે આ આગ ઓલવાઈ ગઈ છે. પોતે પ્રદેશ પ્રમુખ બનવાની લાઈનમાં પણ ઊંચા નીચા થયા હતા પરંતુ મેળ ન પડતા હવે તેમને કોંગ્રેસ ની દ્રાક્ષ ખાટી લાગવા લાગી છે.
જયરાજસિંહ ને ભાજપમાં જવાની લાઈન દોરી કરી આપનાર હાર્દિક પટેલ ની નજીક રહેલા એક પાટીદાર આંદોલનકારી જ છે. કેવી રીતે આ ઓપરેશન પાર પાડ્યું તે વિગતવાર સમજો.
જયરાજસિંહ ને પ્રદેશ પ્રમુખ ન બનાવવામાં આવતા તેમને કોંગ્રેસમાં ગૂંગળામણ થવા લાગી હતી. જેથી તેઓએ કેસરિયા કરવાનો નિર્ણય કરી લીધો હતો, પરંતુ ભાજપમાં તેનો હાથ પણ પકડ?શે તે સવાલના જવાબમાં તેમને હાર્દિક પટેલ ના જુના સાથી અને હાલ ભાજપના નેતા ચિરાગ પટેલ મળ્યા. ચિરાગ પટેલ દ્વારા પ્રફુલ પટેલની મુલાકાત કરાવવામાં આવી હતી.
દિવ દમણ ના પ્રશાસક પ્રફુલ પટેલ કે જેઓ ભાજપના સંનિષ્ઠ નેતા છે અને નરેન્દ્ર મોદીના વિશ્વાસુ પૈકી એક છે. તેમની મુલાકાત ચિરાગ પટેલ કે જેઓ હાર્દિક પટેલ ના એક સમયના સાથીદાર છે અને રાજદ્રોહના ગુના ના ભાગીદાર પણ છે.
કેન્દ્રીય મંત્રી દેવુંસિંહ ચૌહાણે જયરાજ સિંહના ઘરે મુલાકાત લીધી હતી. જેમા તેમની મુલાકાતના ફોટો સામે આવ્યો જેના કારણે અનેક અટકળો સામે આવી છે. મંત્રી દેવુંસિહ ચૌહાણના જયરાજસિંહના પુત્ર હર્ષાદિત્યસિંહ સાથેના અમુક ફોટાઓ સામે આવ્યા છે.
જયરાજસિંહ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કોંગ્રેસ ના હોદ્દાઓ દૂર કરી દીધા છે અને કોંગ્રેસ ની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસની કલાક કેટલાંક વર્ષોની નેતાગીરી ઝેરોક્ષ જેવી હોય, મને આ નેતાગીરી પસંદ નથી. તેવો આક્ષેપ પણ કર્યો હતો નેતા તરીકેની જનતાની પસંદગી બદલાતી રહે છે, પણ કોંગ્રેસમાં તો એકના એક નેતાઓ જ રાજ કરી રહ્યા છે. તેઓ બળાપો પણ તેમણે મીડિયા સમક્ષ ઠાલવ્યો હતો.
રાજીનામું આપતી વેળા જયરાજ સિંહે લખ્યું છે, સત્તા પાછળ નહી દોડનાર અને સત્તાથી નહી ડરનાર જયરાજસિહ માટે કોંગ્રેસ એટલે એનો અદનો કાર્યકર. જેથી હું પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાના નિર્ણયની સૌ પ્રથમ જાણ આપને કરૂ છું. અને ભગ્ન હૃદયે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.