હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. સુરતમાં થયેલ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં ચોંકાવનાર ઘટસ્ફોટ સામે આવ્યા છે. અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ ઉર્વશી ચૌધરીને દારૂ પીધેલી હાલતમાં ગાડી હંકારતાં અડફેટે લેતાં મોત થયું હતું. પરિવારજનોએ આરોપ મુક્યો છે કે, અમારા પર ફોન કરીને કેસને દબાવી દેવા માટેની લાલચ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. રૂપિયા તથા રાજકીય વગ વાપરીને કેસને રફેદફે કરવા માટેનાં ષડયંત્ર રચવામાં આવ્યા છે.
પોલીસની કામગીરી પર શંકા :
અતુલ વેકરિયા ઉર્વશી ચૌધરી નામની યુવતીને અડફેટે લેતાં તેનું મોત થયું હતું. ઉર્વશી ચૌધરીની અંતિમવિધિ સુરત જિલ્લામાં આવેલ બારડોલીમાં કરાઈ હતી. મૃતકનાં પરિવારજનોએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અતુલ વેકરિયાના રાજકીય સંબંધો નેતાઓની સાથેના ખૂબ જ પાસેના હોવાને લીધે પોતે પૈસાદાર હોવાથી પોલીસ પણ તેને મદદ કરી રહી છે, જેને લીધે પોલીસની કામગીરી પર પણ આશંકા ઊભી થઈ છે.
બહેનને ન્યાય અપાવીશ-ભાઈ
મૃતકના ભાઇ નીરજ ચૌધરીએ પોતાની નિર્દોષ બહેનને મોતને ઘાટ ઉતારનાર અતુલ વેકરિયાને કડકમાં કડક સજા આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી. આની સાથે જ કાયદાકીય રીતે મારી બહેનને ન્યાય મળે એવી અમે પરિવારજનો આશા રાખીને બેઠા છીએ. જે રીતે ખેલ પોલીસ સ્ટેશનમાં થઈ રહ્યા છે એને જોતાં અમને પોલીસની કામગીરી પર પણ આશંકા ઊભી થઈ છે. ભલે અતુલ વેકરિયા ગમે તેટલા પ્રયત્નો કરીને અમારા પર દબાણ લાવી કેસને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવશે પણ હું મારી બહેનને ન્યાય અપાવીને જ રહીશ.
અગ્નિદાહ આપી વિદાય આપી-માતા
મૃતકની માતાએ કહ્યું હતું કે, મારે મારી દીકરીની લગ્ન કરીને વિદાય કરવાની હતી પરંતુ અમારે તેને અગ્નિદાહ આપવો પડયો છે. મારી દીકરીના મોત માટે મને 50 લાખ રૂપિયામાં આપવામાં આવે તો એ રૂપિયાનું અમે શું કરીશું? મારી વહાલસોયી દીકરીથી બીજું કોઈ મહત્ત્વનું નથી. એ મારી દીકરી નહીં પણ દીકરો હતો. અમે ન્યાયની આશા રાખીને બેઠા છીએ. અમારા પરિવારમાંથી જો કોઇને કંઇ પણ થશે તો એની માટે અતુલ વેકરિયા જવાબદાર ગણાશે.
ફોન દ્વારા લાલચ અપાય છે :
મૃતક ઉર્વશીના કાકા અતુલભાઈ કહે છે કે, ભાજપ સરકાર ‘બેટી બચાવો અને બેટી પઢાઓ’ ની વાત કરી રહી છે ત્યારે અમારી દીકરીની સાથે અન્યાય કરવા માટે એક હત્યારાને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે, એ ખૂબ જ દુઃખની વાત છે. અમારા પરિવાર પર ઉર્વશીનો એકાએક થયેલા નીધનને લીધે જાણે આભ તૂટી પડયું છે.
મારા ભાઈ પર અતુલ વેકરિયા પોતાનો રાજકીય વગ વાપરીને ફોન કરીને કેસ પાછો ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવ્યું છે. રૂપિયાની લાલચ આપવામાં આવે છે પણ અમે નિર્દોષ છીએ. અમે અમારી દીકરીને ગુમાવી છે. અમે કોઈપણ જાતના દબાણ તેમજ લાલચમાં ન આવીને તેને ન્યાય અપાવવા માટે છેક સુધી લડાઇ લડીશું. ભલે તેમની પાસે ગમે તેટલી રાજકીય વગ હશે અને પૈસાનું જોર હશે તોપણ અમને ન્યાયાલય પર સંપૂર્ણ વિશ્વાસ છે કે, અમને ન્યાય મળશે.
પોલીસની કામગીરી શંકાસ્પદ :
મૃતકના એડવોકેટે અલય દવેએ કહ્યું હતું કે, ઉમરા પોલીસ દ્વારા જેવાં પ્રકારની FIR નોંધવામાં આવી છે એના ઉપરથી સૌ કોઈ લોકોને સ્પષ્ટતા થઈ ગઈ છે કે, આ કેસમાં પોલીસ હત્યારા અતુલ વેકરિયાને બચાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. જે કલમો લગાવવી જોઈએ એ કલમ ન લગાવીને ઉર્વશી ચૌધરીની સાથે અન્યાય થઈ રહ્યો છે.
આ સમગ્ર ઘટનામાં દોષિત વિરુદ્ધ જેવાં પ્રકારની કાયદાકીય કલમ લગાડવી જોઈએ એ ન લગાડીને પોલીસની કેસ પ્રત્યેની તટસ્થતા સૌની સામે આવી ગઈ છે. અમે ન્યાય માટે હાઇકોર્ટ સુધી પિટિશન કરવા માટેની તૈયારી કરી લીધી છે. હવે આગળ જોઈએ કે, શું થાય છે ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.