ગામડેથી સુરત આવીને વસેલા લોકોને તેમના વતન પહોંચડવા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં સુરતથી સૌરાષ્ટ્રના લોકોને વતન પહોંચાડવા માટે શરૂઆતમાં 200થી વધુ સરકારી બસો દોડાવવાની તૈયારી બતાવવામાં આવી છે. વતન જવા માંગતા લોકો પાસેથી માત્ર એક તરફનું ભાડું વસૂલી મુસાફરી કરાશે. ખાનગી બસો 400 કિલોમીટરનું રૂ. 1000 જેટલું ભાડું વસૂલ કરવાણી જાહેરાત કરી ચુક્યું છે ત્યાતે હવે એસટીમાં મુસાફરી માટે 500 થી 550 જેટલું ભાડું લેવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
ત્યારે સરકારની આ જાહેરાતનો સોશિયલ મીડીયામાં શ્રેય લેવા રીતસરની પડાપડી જોવા મળી હતી. સુરતના ધારાસભ્યો, કોર્પોરેટરો, સંસદોએ ઉતાવળમાં અલગ અલગ ભાડા દર્શાવતી પોસ્ટ કરતા લોકો મૂંઝાયા હતા કે આમાંથી કઈ વિગતો સાચી?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news