બોલીવુડમાં ત્રણે ખાન પોતાની એક અલગ જ વ્યક્તિત્વ ધરાવે છે. બોલિવૂડનો સુલતાન ગણાતો સલમાન ખાન. લોકો તેને જ પસંદ નથી કરતા, પરંતુ તેમને ખૂબ જ ચાહે છે. સલમાન ખાને લાખો લોકોને મદદ કરી છે, જેના કારણે આજે તે લોકો સલમાન ખાનના ઘરે આવી રહ્યા છે. જો આંકડા પર નજર કરીએ તો સલમાન બોલિવૂડમાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોને લોન્ચ કરીને ગોડ ફાધર બન્યો છે.
સલમાન ખાનનું ભારતની સાથે સાથે વિદેશમાં પણ ઘર છે. સલમાન ખાનની કુલ સંપત્તિ લગભગ $ 210 મિલિયન એટલે કે, 1480 કરોડની સંપત્તિના માલિક છે. પનવેલના ગામમાં રહેલું અર્પિતા ફાર્મ હાઉસ છે, જેનું નામ તેની બહેન અર્પિતાના નામ પર રાખવામાં આવ્યું છે. સલમાન ખાન તેના પરિવાર સાથે મુંબઇના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે, તે ઘરની કિંમત 114 કરોડથી વધુ છે.
ફિલ્મો ઉપરાંત સલમાન ખાન પાસે મોટી બ્રાન્ડની જાહેરાતો છે જ્યાંથી સલમાન કરોડોની કમાણી કરે છે. દસ કા દમ અને બિગ બોસ જેવા ઘણા ટીવી શો પણ સલમાન ખાન હોસ્ટ કરે છે, આ ટીવી શો પણ તેમને 130 કરોડની કમાણી કરે છે. સલમાનની એક વર્ષની કમાણી લગભગ 250 થી 300 કરોડ જેટલી થાય છે. સલમાન ખાનને કાર કલેક્શનમાં મર્સિડીઝ, રોલ્સ રોયસ, વેન્થલે અને ઓડી જેવી કાર છે. જેની કુલ કિંમત 28 કરોડ છે.
બોલિવૂડનો કિંગ 54 વર્ષનો શાહરૂખ ખાન છે. આજે શાહરૂખ ખાન ટીવીમાં નાના રોલ કરીને બોલીવુડનો સૌથી મોંઘો અભિનેતા છે. શાહરૂખ ખાનની ફેન ફોલોઇંગ માત્ર ભારતમાં જ નહી, પરંતુ સમગ્ર દુનિયામાં ફેલાયેલી છે. અરબ દેશોમાં ખાસ કરીને શાહરૂખના ફેનની સંખ્યા કરોડોમાં છે. શાહરૂખ ખાન પાસે 600 મિલિયન ડોલર એટલે કે, 4440 કરોડની સંપત્તિ છે.
શાહરૂખ ખાનનું ભારતમાં જ નહી, દુબઈ અને લંડનમાં પણ ઘર છે. ઉપરાંત,અલીબાગ પાસે એક ભવ્ય ફાર્મહાઉસ છે. આ ચાર સંપત્તિની કિંમત આશરે 660 કરોડ રૂપિયા છે. શાહરૂખ ખાન તેના પરિવાર સાથે રહે છે તે સ્થળ મન્નત છે. શાહરૂખ ખાનના ઘર ‘મન્નત’ ની કિંમત 200 કરોડથી વધુ છે. મન્નતને શાહરૂખ ખાને 1995 માં 15 કરોડમાં ખરીદ્યો હતો, શાહરૂખ ખાનનું નામ 15 કરોડના આ મકાનમાં ઉમેરવામાં આવતા તેનો ભાવમાં 10 ગણો વધારો થયો છે.
શાહરૂખ ખાનનું સપનું ઘર અલીબાગમાં છે. અલીબાગમાં 20 હજાર ચોરસમીટરનું ફાર્મહાઉસ કોઈ વૈભવી રિસોર્ટથી ઓછું નથી. અલીબાગ, ફાર્મહાઉસની કિંમત 250 કરોડથી વધુ છે. 2017 માં શાહરૂખ ખાનને બેનામી સંપત્તિ વ્યવહાર અધિનિયમ હેઠળ આવકવેરા વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. કારની વાત કરીએ તો શાહરૂખ પાસે લિમોઝિનથી રોલ્સ રોયસ સુધીના મોઘા વાહનોનો સંગ્રહ કરે છે. આ સિવાય મર્સિડીઝ બેન્ઝ, બીએમડબ્લ્યુ અને ઓડી જેવી કારમાં બુગાટી વીરોન પણ છે.
આમિર ખાન મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા છે. જેમણે ફિલ્મ્સન ફી લેવાનું બંધ કરી દીધું છે. ફીની જગ્યાએ આમિર ફિલ્મનો નફો શેર કરી લે છે. આમિર ગમે તે ફિલ્મમાં 70% હિસ્સો લે છે, અને બાકીના 30% માં લોકોનો હિસ્સો છે. શાહરૂખ, સલમાન ખાન બાદ સૌથી ધનિક અભિનેતાઓમાં આમિર ખાન પણ છે. આમિર ખાનની સંપત્તિ 180 મિલિયન ડોલર છે. એટલું જ નહીં, તેની વાર્ષિક આવક લગભગ 147 કરોડ છે.
આમિર ખાને પંચગણી મહારાષ્ટ્રમાં લગભગ 15 કરોડનો બંગલો છે જે 2 એકર જમીનમાં ફેલાયેલો છે. આમિર અવારનવાર તેના પરિવાર સાથે ફરવા માટે અહિયાં આવે છે. આ ઉપરાંત આમિર ખાન પાસે ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં બંગલા પણ છે. આમિર ખાનના ભારતમાં કુલ 22 મકાનો છે, આ સાથે તેણે અમેરિકાના બેવરલી હિલ્સમાં 75 કરોડનો બંગલો પણ ખરીદ્યો છે.
આ ઉપરાંત, આમિર ખાન પાસે મોટી બ્રાન્ડની જાહેરાતો છે જેમાંથી તે ખૂબ કમાણી કરે છે. આમિરના કાર કલેક્શન વિશે વાત કરવામાં આવે તો તેની પાસે BMW 7 સિરીઝ, રેંજ રોવર, બેન્ટલી કોન્ટિનેન્ટલ ફ્લાઇંગ સ્પુર, રોલ્સ રોયસ કૂપ બુલેટપ્રૂફ, મર્સિડીઝ બેન્ઝ એસ 600 ગાર્ડ એક બુલેટપ્રૂફ અને બોમ્બપ્રૂફ કાર છે. આ કારની કુલ કિંમત 21 કરોડથી વધુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.