વિદેશમાં ઈમરજન્સી વખતે ભારતીયોને પાછા લાવવાનોખર્ચ કોણ કરે છે? સરકાર ક્યાંથી કાઢે છે કરોડો રૂપિયા? – જાણો વિગતે

ભારત(india): મોદી સરકાર દ્વારા ઓપરેશન ગંગા(Operation Ganga) લોન્ચ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભારત સરકાર વાયુસેનાની ફ્લાઇટ અને ખાનગી કંપનીઓને એરલાઇન્સથી ભારતના યુક્રેન માં ફસાયેલા વિદ્યાર્થીઓને વતન પરત લાવવા કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ મોટો સવાલ એ થાય છે કે, આ વિદ્યાર્થીઓ પાસેથી કોઈ રકમ લેવામાં નથી આવી રહી, તો ભારત સરકાર આ રકમ કોની પાસેથી વસૂલે છે અથવા તો આ ખર્ચ ની ચુકવણી કોણ કરશે? આ સવાલ બધાને થતો જ હશે પરંતુ આજે અમે તમને જણાવીશું કે, આ રકમ ભારત સરકાર ક્યાંથી કાઢશે અને કયો વિભાગ આ ખર્ચ ચુકવે છે.

જ્યારે વિદેશમાં કોઈપણ ભારતીય ફસાઈ જાય છે અને ઇમર્જન્સીની પરિસ્થિતિઓમાં તેમને પરત વતન લાવવાના હોય છે ત્યારે દાયકાઓથી ભારત સરકારબચાવકાર્યનું કામ કરી રહી છે. વર્ષ ૨૦૦૯માં ભારત સરકાર દ્વારા આ પ્રકારની પરિસ્થતિને પહોંચી વળવા ભારતીય સમુદાય કલ્યાણ ભંડોળ એટલે કે Icwfની રચના કરવામાં આવી. જેનો ઉપયોગ વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો અને વિદેશ ફરવા ગયેલા નાગરિકોને તકલીફ અને ઈમરજન્સીના સમયે પડકારજનક પરિસ્થિતિઓને થી પ્રભાવિત દેશોમાંથી ભારતીય નાગરિકોને ભારત પરત લઈ આવવા. Icwf કઈ રીતે અને કોને બચાવીને ભારત પરત લઇ આવે છે?

નીચે જણાવેલ ત્રણ પરિસ્થિતિઓમાં થાય છે આ ફંડનો ઉપયોગ: 
1 ભારતીય નાગરીકોને મુશ્કેલી ની પરિસ્થિતિમાં મદદ કરવી,
2 કાઉન્સેલર સેવાઓમાં સુધારો કરવો અને
3 ભારતીય સમુદાયને કલ્યાણ પ્રવૃત્તિ માટે સહયોગ આપવો

આ ફંડનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે?
Icwf ફંડનો ઉપયોગ વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો અથવા વિદેશ ની મુલાકાતે ગયેલા ભારતીય નાગરિકોને તકલીફના સમયે મદદ કરવામાં થાય છે. આ ફંડનો ઉપયોગ એવા ભારતીય પાછળ નથી કરી શકાતો જે ભારતની નાગરિકતા છોડી ચૂક્યા છે.

આ ફંડનો ઉપયોગ એવા ભારતીય નાગરિકો માટે જ કરી શકાય છે, જે વિદેશમાં કાયદેસર રીતે પ્રવેશ્યા હોય અને અમુક એવા કિસ્સાઓમાં પણ icwf ફંડ નો લાભ મેળવી શકે છે. જેમાં કોઈપણ દેશમાં ભારતના વડા કે ના વડા ને સંતોષ થાય કે આ વ્યક્તિ સહાય ને પાત્ર છે. આઈ સી ડબલ્યુ એફ નો વહીવટ વિદેશ મંત્રાલય કરે છે. આ ફંડનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે વિદેશમાં ભારતીય નાગરિક વિષમ પરિસ્થિતિઓમાં પોતાના ખર્ચને પહોંચી વળવા સક્ષમ ન હોય.

ભારત સરકારે વિદેશમાં મુશ્કેલીમાં રહેલા ભારતીય નાગરિકોને મદદ કરવા ઉપરાંત ભૂતકાળમાં ઇરાક, યમન, દક્ષિણ સુદાન અને સાઉદી અરેબિયા મા ફસાયેલા ભારતીય કામદારોને કટોકટીની પરિસ્થિતિઓમાં બહાર કાઢ્યા હતા. તે દરમિયાન ઘણા કામદારો પાસે ત્યાં કામ કરવા અંગે કાગળો ન હોવા છતાં ભારત સરકારે તેમને હેમખેમ બહાર કાઢ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *