છેલ્લા કેટલાય વર્ષથી કોરોનાથી સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. ગત વર્ષની વાત કરીએ તો ભારત દેશમાં કોરોનાના કારણે લાખો લોકોના મૃત્યુ થયા હતા. હાલ પણ કોરોનાની ત્રીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. એટલું જ નહીં, બાકી હતું તો કોરોના નવા વેરિયન્ટ ઓમીક્રોને પણ દસ્તક દીધી છે. કોરોના સામે લડી રહેલી દુનિયાએ ઓમીક્રોનનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
હાલ આવી પરિસ્થિતિ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ લોકોને રાહતના સમાચાર આપ્યા છે. WHO એ કોરોનાની બે નવી દવાઓની સમગ્ર વિશ્વને ભલામણ કરે છે. બારીસિટીનીબ અને કાસિરિવી મૈબ-ઇમદીવિમેબ નામની બે દવાઓ WHO એ ભલામણ કરી છે.
હેલ્થ બોડીના નિષ્ણાંતે લોકોને જણાવતા કહ્યું હતું કે, ગંભીર રીતે પીડાઈ રહેલા દર્દીઓની સારવાર માટે આ બંને દવાઓનો ઉપયોગ કરી શકાશે. સાથોસાથ જણાવતા કહ્યું હતું કે, આમ તો આ દવાનો ઉપયોગ આર્થરાઇટિસમાં કરવામાં આવે છે.
WHO નું કહેવું છે કે, આ બંને દવા વેન્ટિલેટરની જરૂરિયાત ખૂબ જ ઘટાડી દે છે. સાથોસાથ કોઈ અન્ય પ્રકારના સાઈડ ઈફેક્ટ વગર રાહત આપે છે. સાથોસાથ જણાવ્યું હતું કે, જો કોઈપણ વ્યક્તિ પાસે આ દવા ઉપયોગ કરવાનો વિકલ્પ હોય તો, કિંમત ઉપલબ્ધતા અને કલીનીશિયલ એક્સપિરિયન્સ ના આધારે આ બંને દવાઓ ખરીદી શકો છો. સાથોસાથ WHO એ કેવી રીતે દવા લેવી તેની પણ માહિતી આપી હતી. WHO અનુસાર કોઈ પણ એક સમયે એક જ દવા લેવી. બંને એકસાથે લેવાથી જીવનું જોખમ ઊભું થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે, WHO એ 4000 દર્દીઓ પર પરીક્ષણ કરીને આ બંને દવાઓ લોકોને આપી છે. સામાન્યથી લઈને ગંભીર રીતે સંક્રમિત દર્દીઓ પર સાત ટ્રાયલ કરવામાં આવેલા હતા, જેના પરિણામો મળતા WHO એ સમગ્ર વિશ્વને આ બંને દવાઓની ભલામણ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.