બિહારમાં ગયા સ્થાનને પિંડદાન માટે મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. અહીં પિતૃઓની આત્માની મુક્તિ માટે પિંડાદાન અને કર્મકાંડ કરાવવા લોકો દેશ, વિદેશથી આવે છે. કહેવાય છે કે અહીં કર્મકાંડ કરાવતા પંડિતો લોકોના પિતૃઓના નામ જાણતા હોય છે. તેઓ પોતાના ચોપડામાંથી વાંચી અને પિતૃઓ વિશે જણાવે છે. આ ખાતામાં વ્યક્તિના 300 વર્ષ જૂના પૂર્વજ કોણ હતા તેનો ઉલ્લેખ પણ મળે છે.
અહીં પિંડદાન કરવા આવતા લોકોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ તેના પૂર્વજો વિશે જાણતા ન હોય પરંતુ તેને જાણવાની ઈચ્છા હોય તો તેઓ માટે આ સ્થાન ઉત્તમ છે. તે અહીં પોતાના પૂર્વજો વિશે જાણી અને તેમને મોક્ષ પ્રાપ્ત થાય તે માટે તમામ જાણકારી મેળવી પિંડદાન કરી શકે છે. પરંતુ તેના માટે એક જ વસ્તુ જરૂરી છે કે તેના પૂર્વજોએ ગયામાં આવી અને પિંડદાન કર્યું હોય.
પંડિતોની પોથી
અહીં આવતા લોકોના નામ પંડિતો પાસે સુરક્ષિત હોય છે. કારણ કે જ્યારે પણ કોઈ નવી વ્યક્તિ પિંડદાન માટે આવે છે તો પંડિતો દ્વારા તેની પાસે એક ફોર્મ ભરાવવામાં આવે છે. જેમાં તેનું નામ, ગોત્ર સહિત તમામ વિગતો લખી હોય. આ નોંધ તેઓ પોતાની પોથીમાં કરી લે છે. અહીં આવી જે લોકોએ પિંડદાન કર્યુ હોય તે તમામની વિગતો આ પોથીમાં નોંધેલી હોય છે. આ પોથીની મદદથી જ તેઓ સરળતાથી દરેક વિગત જાણી લે છે.
અહીંના પંડિતોનો દાવો છે કે તેમની પાસે 300 વર્ષ સુધીની નોંધ છે. અહીં કેટલાક એનઆરઆઈ પણ પૂર્વજો વિશે જાણવા પહોંચે છે. તેઓ પણ પંડિતોની પોથીની મદદથી પોતાના પૂર્વજો વિશે જાણકારી મેળવે છે. આ પોથી ઈંડેક્સ જેવી હોય છે. પહેલી પોથીમાં સંબંધિત વ્યક્તિના જિલ્લા, ગામ અને વિસ્તારનું નામ હોય છે. આ પોથીમાં 250 વર્ષ સુધીના ગામોના નામ નોંધેલા છે.
બીજી પોથી હસ્તારક્ષરની હોય છે. જેમાં પંડિતો દ્વારા લોકોના હસ્તાક્ષર કરાવવામાં આવે છે અને તેની સાથે તે ગયા આવ્યા હોવાની જાણકારી લખે છે. તેમાં વ્યક્તિના નામ, નંબર અને પૃષ્ઠની સંખ્યા નોંધવામાં આવે છે.
ત્રીજી પોથીમાં વર્તમાન કાર્યસ્થાન સુધીની જાણકારી હોય છે. આ પોથીમાં મૂળ કોઈ ગામના વતની કામ માટે ક્યાં ગયા છે તેની જાણકારી મળે છે. અહીં આવતા લોકોને આ રીતે તેના પૂર્વજો વિશે જાણકારી આપવામાં આવે છે અને પછી તેમની મુક્તિ માટે કર્મકાંડ કરવામાં આવે છે.
લાલ કપડામાં સુરક્ષિત પોથી
પંડિતોનું જણાવવું છે કે તેઓ પોથીઓને રસાયણિક પદાર્થોનો ઉપયોગ કરી સુરક્ષિત રાખે છે. આ ઉપરાંત તેને લાલ કપડામાં બાંધી રાખવામાં આવે છે જેથી તે ખરાબ થઈ જાય નહીંય વરસાદ શરૂ થાય તે પહેલા આ પોથીઓને તડકો આપવામાં આવે છે જેથી તે ભેજના વાતાવરણમાં ખરાબ થાય નહીં..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.