ગુજરાતમાં હવે કોની બનશે સરકાર, રૂપાણી સરકારને પછાડવા કોંગ્રેસનો છે આ માસ્ટરપ્લાન

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સતત 22 વર્ષ માટે સત્તા પર બિરાજમાન થઈને સત્તા ટકાવવા માટે જીતવાની આશા લઈને ચાલી રહી છે. તો વળી, સામા પક્ષે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પરિવર્તન લાવવાના વચનો સાથે મતદારોને લલચાવી રહ્યા છે.કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધીને ચૂંટણીમાં જીતવા માટે પાટીદાર ચળવળના નેતૃત્વવાળા 24 વર્ષીય યુવા નેતા હાર્દિક પટેલ તેમની આ પરિવર્તનની અપીલ માટે તેમની મદદ કરી રહ્યા છે અને તેમને ટેકો આપી રહ્યા છે. તો બીજી તરફ અન્ય યુવાન દલિત નેતા જિજ્ઞેશ માવાણી પણ પરિવર્તનના મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે.

સામાજીક કાર્યકર સુફી અનવર શેખના જણાવ્યા પ્રમાણે, તેઓ હાર્દિક પટેલ અને રાહુલ ગાંધીની રેલીઓને બદલાવની નિશાની તરીકે જોઈ રહ્યા છે. જ્યારે તેઓ અમને મળ્યા ત્યારે તેઓ મહેસાણા સ્થિત હાર્દિક પટેલની રેલી તેમના મોબાઈલ ફોન દ્વારા ફેસબુક પરથી લાઈવ નિહાળી રહ્યા હતા. શેખે કહ્યું, “જુઓ આ રેલીમાં એક લાખ લોકો છે. મોદીજીની રેલીથી વધુ લોકો હાર્દિકની રેલીમાં આવી રહ્યા છે.” તેમનો દાવો છે કે, ગુજરાત હવે પરિવર્તનના ઉંબરે ઊભું છે.

પેટાચૂંટણીમાં સારો દેખાવ કર્યા બાદ ગુજરાત કોંગ્રેસમાં પણ પ્રાણ પૂરાયાં છે.તેમાંય હવે તો મહારાષ્ટ્રમાં સરકાર રચાયાં બાદ કોંગ્રેસી કાર્યકરોમાં જોમ-ઉત્સાહમાં વધારો થયો છે. ગુજરાતમાં હવે કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. આગામી દિવસોમાં મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીને પગલે સંગઠનને વધુ મજબૂત કરવા દિશામાં કોંગ્રેસ તૈયારીઓ આદરી છે.જનવેદના આંદોલન વખતે અમદાવાદની મુલાકાત આવેલાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પ્રભારી રાજીવ સાતવ વચ્ચે સંગઠનના મુદ્દે ચર્ચા થઇ હતી.

ગુજરાત કોંગ્રેસમાં એવો સૂર ઉઠયો છે કે, કોંગ્રેસે અસરકારક વિપક્ષની ભૂમિકા ભજવવી જોઇએ. આ જોતાં કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ ખેડૂતોની સમસ્યાથી માંડીને બિનસચિવાલય કલાર્કની પરિક્ષામાં ગેરરીતીના મુદા ઉઠાવી પ્રજા વચ્ચે જવાનો સતત પ્રયાસ કર્યો છે. ગુજરાત કોંગ્રેસે હવે સંગઠનને વધુ મજબૂત કરવાની દિશામાં તૈયારીઓ કરી છે.

હાઇકમાન્ડના આદેશ મુજબ, આ વખતે ગુજરાત કોંગ્રેસનુ પ્રદેશનુ માળખુ 100 સભ્યોનુ હશે. ગત વખતની જેમ 400 સભ્યોનુ મોટું સંગઠન નહી રચવા દિલ્હીથી આદેશ અપાયો છે. હાલમાં પ્રદેશ માળખાની રચનાને લઇને પ્રદેશ નેતાગીરીએ કવાયત શરૂ કરી દીધી છે. અત્યારે સંગઠનના પૂર્વ હોદ્દેદારોના પર્ફમન્સ રિપોર્ટ નું મૂલ્યાકન કરવામાં આવ્યું છે જે હોદ્દેદારોની કામગીરી સારી હશે તેને જ પુન:હોદ્દો આપવામાં આવશે. નબળી કામગીરી ધરાવતાં હોદ્દેદારોને ઘર ભેગા કરાશે.આ વખતે યુવા નેતા અને સિનિયર નેતાઓનો સમન્વય કરીને માળખુ રચાશે.

આ સપ્તાહમાં બેઠકોનો દોર શરૂ થશે જેમાં 28મી ડિસેમ્બરથી શરૂ થનારી સભ્ય નોંધણી ઝુંબેશ ઉપરાંત 14મી ડિસેમ્બરે દિલ્હી ખાતે યોજાનારાં કોંગ્રેસના દેખાવો અંગે ચર્ચા થશે. આ બંન્ને કાર્યક્રમ બાદ પ્રદેશ સંગઠનની કામગીરી શરૂ થઇ જશે. આગામી દિવસોમાં રાજ્યમાં મહાનગરપાલિકા અને પચાયતોની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત કરવા પ્રદેશ નેતાગીરી સક્રિય બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *