ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે તો સાથે ઓમિક્રોન(Omicron) પણ પાછી પાની કરવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ રેકોર્ડ બ્રેક કોરોનના કેસો સામે આવી રહ્યા છે. જેને કારણે ગુજરાતીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જો આવી જ રીતે કોરોનાના કેસમાં વધારો થતો રહેશે તો ત્રીજી લહેર(Third wave) હાહાકાર મચાવશે.
જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઘાતક કોરોનાના વાયરસના આંકડાઓ દિવસેને દિવસે કહેર વરસાવી રહ્યા છે. ત્યારે વધુ એક ચિંતાજનક રિપોર્ટ સામે આવતા પોલીસ બેડામાં હાહાકાર મચી ગયો છે. કોરોના સામે લડતાં ફ્રંટલાઈન વોરિયર્સ એટલે કે, ગુજરાત પોલીસના 300 જવાનો કોરોનાથી સંક્રમિત થતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડબ્રેક કેસ:
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9941 નવા કેસ નોંધાયા છે અને 3449 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અગાઉ 15 મેએ 9061 કેસ હતા. અમદાવાદ અને સુરત શહેરમાં જ રાજ્યના કુલ કેસના 67% કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં ઓમિક્રોનના શૂન્ય કેસ રહ્યા છે. રાજ્યમાં કોરોનાથી 4ના મોત નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં 2, રાજકોટ અને વલસાડ જિલ્લામાં 1-1નું મોત થયું છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 93.32% છે.
43726 એક્ટિવ કેસ અને 51 દર્દી વેન્ટિલેટર પર રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 85 હજાર 718ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 133 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 31 હજાર 855 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 43 હજાર 726 એક્ટિવ કેસ છે, જેમાંથી 51 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 43 હજાર 675 દર્દીની હાલત સ્થિર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.