માધુપુરામાં રહેતા ગોલ્ડ મેન તરીકે ઓળખાતા એવા કુંજલ પટેલે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. કુંજલ પટેલ ના ભાઈ સાથે મિલકત બાબતે વિવાદ પણ ચાલી રહ્યો હતો. અગાઉ ભાજપના કાર્યકર સામે ધમકી આપતા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં તેમના હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમણે શા માટે આત્મહત્યા કરી તે અંગેની તપાસ માધુપુરા પોલીસે હાથ ધરી છે.
માધુપુરામાં શાહપુર દરવાજા બહાર યોગેશ સોસાયટીમાં બંગલા નંબર પાંચ માં રહેતા 39 વર્ષીય કુંજલભાઈ મહેશભાઈ પટેલે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. કુંજલ પટેલને એમના ભાઈ સાથે મિલકત બાબતે વિવાદ ચાલતો હતો. જોકે ઘટના સ્થળેથી કોઈપણ સુસાઇડ નોટ મળી આવી નથી. ચોક્કસ કયા કારણે આ પ્રકારનું પગલું ભર્યું તે કહી શકાય નહીં તેવું પોલીસે કહ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે માધુપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કુંજલ ભાઈ પટેલ ૪૦થી ૫૦ તોલા સોનું પહેરતા હતા જેથી તે ગોલ્ડમેન તરીકે ઓળખાતા હતા. કારને સીઝર કરવાનું કામ કરતાં કુંજલ પટેલ વિરુદ્ધ અગાઉ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચુકી હતી. કુંજલ પટેલ દરિયાપુર મહેતા પોળ માં રહેતા ભાજપના કાર્યકર સંજયભાઈ એ. લીંબાચીયા ભાજપના આગેવાનો સાથે દરિયાપુરમાં ઉભા હતા ત્યારે કુંજલ પટેલ ને ધમકી આપી હતી.
ધમકી આપતા કહ્યું હતું કે દરિયાપુરમાં સભા, પ્રચાર કે રેલી કરવી નહીં અને સભા પણ કરશો તો માણસો ને બોલાવીને સભા બંધ કરાવીશ અને સભા બંધ કરાવી દઈશ. સાથે પથ્થરમારો પણ કરાવીશ તેવી પણ ધમકી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.