હાલ દેશમાં કુલ એક્ટિવ કેસ 1,78,014 છે. એટલે કે 1,78,014 લોકોની સારવાર દેશના ઘણી હોસ્પિટલોમાં ચાલી રહી છે. 2,48,190 લોકો આ મહામારીથી સાજા પણ થયા છે. ભારત માટે મોટા અને રાહતના સમાચાર એ છે કે રિકવરી રેટમાં વધારાનો સિલસિલો યથાવત છે. મંગળવારે આ ટકાવારી વધીને 56.37% થઇ ચુકી છે.
હાલ કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વ એકજુથ થઇ લડી રહ્યું છે. અસંખ્ય લોકો કોરોનાના શિકાર બન્યા છે અને લાખો લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. હાલના સમયની વાત કરીએ તો કોરોના વાયરસના દર્દીઓ અચાનક જ મૃત્યુ પામવા લાગ્યા છે. હાલતા ચાલતાં લોકો આ રીતે મોતને ભેટે છે તે કેમ અચાનક આવું થવા લાગ્યું એનું અત્યારે મોટું રહસ્ય બહાર આવ્યું છે. કોરોનાના દર્દીને ખબર પણ ન પડે અને તેનું ઓક્સિઝન લેવલ તદન નીચે આવી જાય છે. ત્યારે તે આફતમાં આવે છે અને ત્યારે ને ત્યારે મોતને ભેટે છે.
આ સ્થિતિને શાંત હાયપોક્સિયા કહેવામાં આવે છે. તેની સામે લડવા માટે ઓક્સિમીટરનો ઉપયોગ કરી શકાય છે. ખરેખર, દિલ્હી સરકારે આજે જાહેરાત કરી છે કે ઘરના કોરોન્ટાઈન કોરોના દર્દીઓને પલ્સ મીટર આપવામાં આવશે. જેથી તે ઘરે રહીને તેના ઓક્સિજનનું સ્તર માપી શકે અને જો જરૂરી હોય તો હોસ્પિટલમાં આવી શકે. આવા મશીનો અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવ્યા છે.
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સાડા ચાર લાખના આંકડાની નજીક પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે સવારે જાહેર કરવામાં આવેલા અનુસાર ગત 24 કલાકમાં 14933 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4,40,215 થઇ ગઇ છે. ગત 24 કલાકમાં 312 લોકોના મોત આ મહામારીથી થયા છે. અત્યાર સુધી કુલ 14,011 લોકોના જીવ કોરોના વાયરસના સંક્રમણથી જઇ ચૂક્યા છે.
દિલ્હીની વાત કરીએ તો દિલ્હી તમિલનાડુને પાછળ છોડીને બીજા સૌથી વધુ પ્રભાવિત રાજ્ય બની ગયું છે, જોકે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થિતિ ધીમે-ધીમે સ્થિર થઇ રહી છે. અધિકારીઓએ કહ્યું કે ગત 24 કલાકમાં દિલ્હીમાં 2,909 નવા કેસ સામે આવતાં જ સંક્રમિતોની સંખ્યા વધીને 62,655 થઇ ગઇ છે જ્યારે 58 દર્દીઓના મોત બાદ મૃતકોની સ6ખ્યા 2233 સુધી પહોંચી ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news