મોટાભાગનાં લોકોને નહી ખબર હોય કે, AC માંથી પાણી કેમ નીકળે છે? -હકીકત જાણીને ચોંકી ઉઠશો  

ઉનાળો આવતાની સાથે જ ગરમીનું પ્રમાણ ખુબ વધી જાય છે. પહેલા કરતા ગરમીનું પ્રમાણ ખુબ વધી ગયું છે. પહેલાના સમયમાં તો 41 ડીગ્રી સુધી ગરમી વધુમાં વધુ પડતી હતી. હાલના સમયમાં ગરમીની શરૂઆત 40 ડીગ્રી ઉપરથી જ થાય છે તેમજ વધારેમાં વધારે 55 અથવા તો તેથી પણ વધારે રહેતી હોય છે.

આટલી વધારે ગરમી માનવી સહન પણ કેમ કરી શકે? તેથી જ હાલના સમયમાં ન ઇચ્છતા હોવા છતાં પણ ઘરમાં AC લગાવવું અનિવાર્ય બની ગયું છે તેમજ તેના વિષે થોડી માહિતી હોવી પણ ખુબ જરૂરી છે. આ માહિતીમાંથી એક છે AC માંથી પાણી નીકળવું. તો આવો જાણીએ તેના વિષે વિગતવાર.

જયારે AC ચાલે છે, તો તમે ધ્યાન આપ્યું હશે કે તેમાંથી પાણી નીકળે છે તેમજ ઠંડક થાય છે. શું તમે ક્યારેય પણ વિચાર કર્યો છે કે, AC માંથી પાણી કેમ નીકળે છે? આપણે બધા લોકો જાણીએ છીએ કે, AC નું કામ જે-તે સ્થળને ઠંડુ કરવાનું હોય છે. જ્યાં AC લગાવવામાં આવેલ હોય ત્યાં વાતાવરણ ઠંડુ રાખવાની સાથે જ રૂમમાં હ્યુમિટીડીને પણ ઓછી કરે છે.

ઉદાહરણ તરીકે, AC માંથી પાણી કેમ નીકળે છે. જયારે કોઈ ગ્લાસમાં ઠંડુ પાણી ભરીને મૂકી દઈએ છીએ, તો તમે જોયું હશે કે ગ્લાસની ઉપર પાણીના ટીપા જામી જાય છે તેમજ થોડા સમય બાદ તે પાણીમાં બદલાઈને ગ્લાસ ઉપર એકત્ર થઇ જાય છે. જયારે AC ચાલે છે તો તેમાં રહેલ ગેસ તેમાં લાગેલ પાઈપમાંથી પસાર થાય છે.

આ પાઈપની ઉપર પાણીના ટીપા જામી જાય છે. જયારે આ ટીપા બહારના ગરમ હવામાનના સંપર્કમાં આવે છે તો પાણીમાં બદલાઈ જાય છે તેમજ આ પાણી AC માંથી બહાર નીકળે છે. આપને જણાવી દઈએ કે, એર કંડીશનરની અંદર કોઈલ્સના કુલ 2 સેટ હોય છે.

આ 2 કોઈલ્સ માંથી એક કોઈલને ગરમ રાખે છે તેમજ બીજાને ઠંડુ. કોઈલ્સની અંદરના રસાયણોમાં ઘણીવાર બાષ્પીભવન તથા ધૂલનશીલ પ્રક્રિયા થાય છે, જે કોઈલ્સને ઠંડુ કરવામાં મદદ કરે છે. તે કારણથી AC માંથી નીકળતી હવા ઠંડી થઇ જાય છે.

જો તમારું AC પાણી વધારે કાઢે છે, તો સમજો કે તે સારી રીતે કામ કરી રહ્યું છે તેમજ જો પાણી સારી રીતે નથી આવી રહ્યું તો બની શકે છે કે, પાણી કોઈલ્સ ઉપર બરફના રૂપમાં જામી ગયું હશે. AC ની અંદર જેટલું પાણી બને છે એટલું વધુ બહાર નીકળવું ખુબ જરૂરી છે. જો વધુ પાણી બહાર ન નીકળે તો તરત એની સર્વિસ કરાવવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *