જાણો ક્યાં ક્યાં કારણો થી મોબાઈલ બ્લાસ્ટ થાય છે. આ ઉપાય દ્વારા તમે બચાવી શકશો તમારો મોબાઈલ.

Published on: 1:14 pm, Tue, 14 May 19

તાજેતરમાં એવા ન્યુઝ વાઇરલ થયા હતા કે ચાર્જિંગમાં મૂકેલો ફોન ફાટી ગયો, વાત કરતાં કરતાં ફોન ફાટ્યો આખરે આવું શું કામ થાય છે તે જાણીએ.

સસ્તું ચાર્જર

ઘણીવાર ચાર્જર ખરાબ થઈ જાય ત્યારે થોડા રૂપિયા બચાવવા માટે લોકો સસ્તું ચાર્જર ખરીદે છે. આવું ના કરો. હંમેશા જે કંપનીનો ફોન હોય તેની ઓફિશિયલ સાઈટ પર જઈને ઓરિજનલ ચાર્જર જ ખરીદો. આમ કરવાથી તમે સંભવિત જોખમથી બચી શકો છો.

ઓવર હિટિંગ

ફોન ફાટવાનું મુખ્ય કારણ ઓવર હિટિંગ છે. ચાર્જિંગનો સમય ફોન માટે આરામ કરવાનો સમય હોય છે. આ સમય દરમિયાન ફોનને માત્ર ચાર્જ થવા દો. આ સમયે ફોનમાં ગેમ ન રમો કે ના અન્ય કોઈ કામ કરો. ફોન ચાર્જિંગમાં હોય ત્યારે ફોન પર વાત કરવી સૌથી ખતરનાક સાબિત થાય છે. જો કોઈ અગત્યનું કામ ન હોય તો ફોનને સ્વિચ ઓફ કરીને ચાર્જિંગમાં મૂકો.

ઓવર ચાર્જિંગ

કેટલાક લોકોની ટેવ હોય છે કે આખી રાત ફોન ચાર્જ કરવા માટે મૂકી રાખે છે અને સવારે ફોન ચાર્જિંગમાંથી કાઢે છે. આમ કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. ઓવર ચાર્જિંગ ફોન ફાટવાના મુખ્ય કારણો પૈકીનું એક છે. તો આવું કરવાનું પણ ટાળવું જોઈએ.

સીધો સૂર્ય પ્રકાશ

ફોન ક્યારેય પણ એવી જગ્યાએ ન રાખો જ્યાં સીધો સૂર્ય પ્રકાશ આવતો હોય. સૂર્ય પ્રકાશમાં રહેવાથી ફોનની બોડી ગરમ થઈ જાય છે જેના કારણે ઓવર હિટિંગ થાય છે. આના કારણે ફોનનું બેલેન્સ બગડે છે અને ફોન ફાટવાનું જોખમ રહે છે.