પુત્રવધુએ એવું તો શું કર્યું કે, સાસુ-સસરા સહીત પતિએ પણ ઝેર પી ટુંકાવ્યું જીવન

સોનીપત(Sonipat): આજકાલ વધી રહેલા આત્મહત્યાના બનાવો દરમિયાન હરિયાણા(Hariyana)ના સોનીપતમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઘરેલુ વિવાદને કારણે ઝેર…

સોનીપત(Sonipat): આજકાલ વધી રહેલા આત્મહત્યાના બનાવો દરમિયાન હરિયાણા(Hariyana)ના સોનીપતમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઘરેલુ વિવાદને કારણે ઝેર પીને આત્મહત્યા(Suicide) કરી લીધી હતી. બાદમાં માતા-પિતા અને પુત્રનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.  મળતી માહિતી મુજબ, સોનીપતની નવી મહાવીર કોલોની(New Mahavir Colony)ના રહેવાસી દિનેશ(Dinesh), તેમની પત્ની બ્રિજેશ(Brijesh) અને પુત્ર અંકિતે(ankit) ઘરેલુ વિવાદને કારણે સલ્ફાસની ગોળીઓ ખાઈ લીધી હતી.

આ ઘટનાને લઈને કોલોનીમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. પાડોશીઓ માતા-પિતા અને પુત્રને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન ત્રણેયના એક પછી એક મોત નીપજ્યા હતું. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસના જણાવ્યા અનુસાર, સોનીપતની નવી મહાવીર કોલોનીમાં રહેતા અંકિતના લગ્ન દિલ્હીના રહેવાસી ડોલી સાથે થયા હતા.

પરંતુ, ડોલીએ તેના પતિ અંકિત અને તેની સાસુ-સસરા સામે દહેજની માંગણી માટેનો કેસ દાખલ કરાવ્યો હતો. અંકિતના પિતા દિનેશ અને માતાએ બ્રિજેશના કોર્ટમાંથી જામીન લીધા હતા અને આજે બપોરે ત્રણેયે ઝેરી દવા પીને જીવન લીલા સંકેલી લીધી હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મામલાની તપાસ શરૂ કરી હતી. જેમ્ક મૃતક દિનેશના ભાઈ અનિલે અંકિતની પત્ની, તેના પિતા અને કેટલાક સંબંધીઓ પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. જેના આધારે પોલીસ દ્વારા સાત લોકો સામે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ અંગે સિવિલ લાઇન સ્ટેશન ઇન્ચાર્જ નીરજ કુમારે જણાવ્યું હતું કે, અમને સોનીપતની સિવિલ હોસ્પિટલ પાસેથી માહિતી મળી હતી કે ન્યૂ મહાવીર કોલોનીમાં રહેતા એક જ પરિવારના 3 લોકોએ ઝેર પીને આત્મહત્યા કરી છે. મૃતક દિનેશ તેની પત્ની બ્રિજેશ અને પુત્ર અંકિત છે. આ ઉપરાંત પરિવારનો આરોપ છે કે, અંકિતની પત્નીએ તેની સામે દહેજનો કેસ નોંધાવ્યો છે અને ગઈકાલે ત્રણેયના કોર્ટમાંથી જામીન લેવામાં આવ્યા હતા. હાલ આ સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. જાણવા મળ્યું છે કે, તપાસ માટે બે પોલીસ ટીમો બનાવવામાં આવી છે અને પોલીસ દ્વારા ફરાર આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *