આ ઘટના ઈસ્લામનગરના મુસ્તફાબાદ વિસ્તારની છે. મોટા ભાઈના કહેવા પ્રમાણે, તે અને તેનો નાનો ભાઈ મજુરીકામ કરતા હતા. બંને રવિવારે સાંજે કામ કરીને પરત ફર્યા હતા. ત્યારે રાત્રે 8 વાગ્યાની આસપાસ શરીફ અને તેની પત્ની શબનમ વચ્ચે ઝઘડો થયો હતો.
જ્યારે મામલો શાંત થઈ ગયો, પછી તે સૂઈ ગયો હતો. ત્યારબાદ રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ ઈરફાનની પત્ની ફરીનએ પાડોશી સલીમને શરીફના ઘરેથી બહાર નીકળતા જોયો. સવારે ખબર પડી કે શરીફનું મૃત્યુ વીજ કરંટથી થયું હતું. સમાચાર મળતા જ પરિવારના તમામ સભ્યો શરીફના ઘરે આવી ગયા હતા. જ્યારે તેણે શરીફના શરીર પર વીજળીના કરંટથી દાઝી ગયેલા નિશાન જોયા તો તેણે શંકાના આધારે પોલીસને જાણ કરી. થોડા સમય પછી તેણે પોલીસને જણાવ્યું કે શરીફની વીજ કરંટથી હત્યા કરવામાં આવી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે, શબનમનું પાડોશી સલીમ સાથે અફેર હતું. શરીફ રસ્તા પરનો કાટો બનતા તેની હત્યા કરી. આના પર પોલીસ શબનમને પોલીસ સ્ટેશન લઈ ગઈ, જ્યાં તેણે કબૂલાત કરી કે તેણે અને તેના પ્રેમીએ સાથે મળીને તેના પતિને વીજ કરંટ આપ્યો હતો.
મૃત્યુના થોડા કલાક પહેલા તેણે શરીફના ખાવામાં નશીલો પદાર્થ ભેળવીને બેભાન કરી દીધો હતો. ત્યારબાદ તેને ખાટલા સાથે બાંધીને કરંટ આપ્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. ઈરફાને શબનમ અને તેના પ્રેમી વિરુદ્ધ FIR નોંધાવી છે. શરીફના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ઈલેક્ટ્રીક શોક એટલો પાવરફુલ હતો કે, પતિ તડપી તડપીને મોતને ભેટ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.