આવતા મહીને લગ્ન થવાના હતા ને, દીકરીએ કરી લીધો આપઘાત- સુસાઇડ નોટ વાંચી પરિવારના પગ તળેથી સરકી ગઈ જમીન

અજમેર (Ajmer) માં મોડી રાત્રે યુવતીએ ઘરના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તમને જણાવી દઈએ કે, આવતા મહિને ઓગસ્ટમાં યુવતીના લગ્ન થવાના હતા, પરંતુ તેની પહેલા જ તેના લગ્ન તૂટી ગયા હતા. આ વાતથી યુવતી ખુબ પરેશાન થઈ ગઈ હતી. તેણે આપઘાત કરતા પહેલા એક પાનાની સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે જણાવ્યું કે, ‘તેના મંગેતર અને તેની ગર્લફ્રેન્ડ તેના મૃત્યુ માટે જવાબદાર છે. તેણે એ પણ જણાવ્યું કે તેના મોતના તમામ પુરાવા તેના મોબાઈલમાં છે.’

હકીકતમાં દુલ્હન બનવા જઈ રહેલી આ યુવતીએ પોતાની સગાઈના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર મુક્યા હતા. તેના પર એક યુવતીનો મેસેજ આવ્યો કે આ તેનો બોયફ્રેન્ડ છે. યુવતીએ તે છોકરીને તેના મંગેતરથી દૂર રહેવાની ધમકી આપી હતી. જ્યારે છોકરાના પરિવારને આ વાત કહેવામાં આવી તો તેઓએ સંબંધ તોડી નાખ્યો. હાલ રામગંજ પોલીસ સ્ટેશન સુસાઈડ નોટ અને મોબાઈલ કબજે કરીને તપાસ ચાલી રહી છે.

રામગંજ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર દેવરામ જાટે જણાવ્યું કે, 4 જુલાઈ 2022ના રોજ, કંચન નગર રહેવાસી પૂજા (24) એ રૂમમાં દોરડા વડે પંખા પર લટકીને આપઘાત કરી લીધો હતો. પરિવારના સભ્યો પૂજાને જેએલએન હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. મંગળવારે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યયા બાદ પૂજાનો મૃતદેહ તેના સંબંધીઓને સોંપ્યો હતો. પૂજાના ભાઈ રાકેશએ રામગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.

મૃતકના ભાઈએ જણાવ્યું કે પૂજાના બે વર્ષ પહેલા ખાનપુરાના રહેવાસી સુધીર સાથે સંબંધ હતા. બંને ઓગસ્ટમાં લગ્ન કરવાના હતા, પરંતુ સુધીરનો પરિવાર લગ્નને 6 મહિના લંબાવવાનું કહી રહ્યો હતો. થોડા દિવસો પહેલા પૂજાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને સુધીરની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. આ અંગે સુધીરની ગર્લફ્રેન્ડ નેહા ગુપ્તાએ તેનો સંપર્ક કર્યો હતો.

સુધીરને નેહા સાથે સંબંધ હોવાનું જાણવા મળતા નેહા પૂજાને પરેશાન કરવા લાગી. તે સુધીરથી દૂર રહેવાની ધમકી આપવા લાગી. આ સાથે પરિવારના સભ્યો 4 જુલાઈના રોજ સવારે સુધીરના ઘરે પહોંચ્યા હતા. જેના કારણે તેના પરિવારજનોએ સંબંધ તોડી નાખ્યા હતા. ત્યારબાદ તેઓં ઘરે આવી ગયા. આ પછી મોડી રાત્રે પૂજાએ રૂમમાં આપઘાત કરી લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *