જ્યારે પત્ની ગર્ભવતી હોય છે, ત્યારે પતિ સૌથી વધુ ખુશ થાય છે. પરંતુ છત્રપુરમાં જ્યારે પત્ની ગર્ભવતી થઈ ત્યારે પતિએ તેના પર ગેરકાયદેસર સંબંધોનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં પતિએ આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ સમયસર પોલીસ તેની પાસે પહોંચી હતી અને તેને બચાવી લીધો.
તસ્વીરો પ્રતીકાત્મક છે.
મળેલી માહિતી અનુસાર , આ કિસ્સો છત્રપુરના નૌગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના સિંગરવન ગામનો છે. અહીં રહેતા યુવકનો આરોપ છે કે,તેની પત્ની ને ગેરકાયદેસર સંબંધ છે. યુવકે જણાવ્યું હતું કે,તેના લગ્નને 5 વર્ષ થયા છે પરંતુ હજુ સુધી બાળકનો જન્મ થયો નથી.આ સમય દરમિયાન, જ્યારે તેણે તેનું ચેકઅપ કરાવ્યું ત્યારે ડોક્ટરોએ કહ્યું કે,શારીરિક સમસ્યાને કારણે તે પિતા બની શક્તો નથી. તેની અંદર વીર્યની રચના થતી નથી. આવી સ્થિતિમાં પત્ની કેવી રીતે ગર્ભવતી થઈ શકે છે?
મળેલી માહિતી અનુસાર,ત્રણ દિવસ પહેલા જ્યારે તેણે પત્નીના પેટ પર થોડો ફેરફાર જોયો ત્યારે તેને લાગ્યું કે,પત્ની ગર્ભવતી છે. જ્યારે તેણે તેની પત્નીને આ વિશે પૂછ્યું તો કોઈએ જવાબ આપ્યો નહીં. પતિનો આરોપ છે કે, મારી પત્ની ને મારી બહેન ના સસરા સાથે શારીરિક સંબંધ છે. આ મામલે બંને વચ્ચે વિવાદ થયો હતો. ઝઘડો એટલો બધો વધી ગયો કે પતિએ ફાંસો લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેની માતાએ તે જોયું અને પોલીસને જાણ કર્યા બાદ સમયસર તેમનો બચાવ થયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી જ્યાં તેને સમજાવ્યો હતો અને છોડી મુકાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.